શેર ટ્રેડિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટ્રેડિંગ કરાવી 1 કરોડ 12 લાખ 87 હજારનો ચૂનો લગાવનાર ગેંગનો સાગરીત ઝડપાયો..

Spread the love

ગાંધીનગરનાં સેકટર – 27 માં રહેતા નાયબ મામલતદારને ફેસબુકનાં માધ્યમથી લિંક મોકલી શેર ટ્રેડિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટ્રેડિંગ કરાવી 1 કરોડ 12 લાખ 87 હજારનો ચૂનો લગાવનાર ગેંગના સાગરિતને ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરનાં સેકટર – 27 માં રહેતા અને અમદાવાદ વસ્ત્રાલ

ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયેન્દ્ર

ગોવિંદભાઈ ચૌહાણ ગત તા. ત્રીજી એપ્રિલના રોજ ફેસબુક

પર શેરબજારના ટ્રેડિંગ અંતર્ગત સર્ચ કરી રહ્યા હતા. ત્યારે

તેમના ધ્યાનમાં વેનગાર્ડ ક્લબ વીપ નામનું વોટ્સએપ ગૃપ

ધ્યાનમાં આવ્યુ હતું. આથી તેઓએ તેને ડાઉનલોડ કર્યું હતું.

ત્યારબાદ સાત્કિવક ભાણોત નામના વ્યક્તિનો ફોન આવ્યો

હતો અને તેણે એફ એન્ડ એફટીપીએલ નામની એપની લીંક

મોકલી ડાઉનલોડ કરવા જણાવ્યુ હતું.

આથી નાયબ મામલતદારે આ લીંક ડાઉનલોડ કરી આધારકાર્ડની માહિતી સબમીટ કરી હતી. આ પ્રોસેસ બાદ તેમનું પ્રાયમરી માર્કેટમાં એકાઉન્ટ ઓપન થયુ હતું. ટ્રેડિંગ માટે તેઓએ 25 હજાર ઓનલાઈન જમા કરાવ્યા હતા. ત્યારબાદ ગૃપમાં ગણેશ રંગાસ્વામી નામનો વ્યક્તિ તેઓને ટ્રેડિંગ અંગે સુચના આપતો હતો. તેમને સ્ક્રીન પર બેલેન્સ અને પ્રોફિટ બંને દેખાતા હતા. ટ્રેડિંગમાં ઉંચો પ્રોફિટ જોઈને નાયબ મામલતદારે માત્ર 25 દિવસના સમયગાળામાં સામેની વ્યક્તિ દ્વારા અપાતા અલગ અલગ બેંક એકાઉન્ટમાં 1 કરોડ 12 લાખ 86 હજાર જેટલી માતબર રકમ જમા કરાવી દીધી હતી.

ત્યારબાદ એક દિવસ વોટ્સએપમાં ગણેશ રંગાસ્વામીની ઇડીએ મનીલોડરીંગ કેસમાં ધરપકડ કરી હોવાનુ જણાવી સેબીનો લેટર વોટ્સએપ ગૃપમાં મુક્યો હતો. જેમાં જણાવ્યુ હતુકે, ઈડી દ્વારા મનીલોડરીંગના શંકાના આધારે ગણેશ રંગાસ્વામીની ધરપકડ કરાઈ છે. પરંતુ ગૃપના બીજા કોઈ સભ્યો આ કેસમાં સામેલ નથી. ત્યારબાદ વોટ્સએપમાં ઉપરોક્ત વ્યક્તિએ બેલેન્સના 30 ટકા સિક્યુરીટી ડિપોઝીટ તરીકે જમા કરાવવા અને જે રકમ જમા થયા પછી જ બેલેન્સ ઉપાડી શકાશે. તેમજ ડિપોઝીટની રકમ તપાસ પુર્ણ થયા બાદ પરત મળશે. જો ૩જી મે સુધીમાં સિક્યુરીટી ડિપોઝિટની 30 ટકા રકમ જમા નહી થાય તો બેલેન્સની તમામ રકમ રાષ્ટ્રિય તિજોરીમાં જમા થઇ જશે તેવુ લખાણ વોટ્સએપમાં મોકલ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com