પાકિસ્તાન સાથે જોડાયેલ તમામ પ્રકારના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. તેમાંથી કેટલાય વીડિયો એવા છે, જે લોકોના દિલ ખુશ કરી દે છે. તો કેટલાય વીડિયોઝ લોકોને ગુસ્સાથી ભરી દે છે. હાલમાં પાકિસ્તાની સંસદનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ખૂબ જ મજેદાર છે. આ વીડિયોમાં પાકિસ્તાનની સંસદના સ્પીકર અને એક મહિલા સાંસદની વચ્ચે થયેલી વાતચીતનો છે.
पाकिस्तान की सांसद में रोमेंटिक माहौल है 🤩 pic.twitter.com/ZZGkko0Y8G
— Hardik Bhavsar (@Bitt2DA) June 30, 2024
તેમણે સંસદની અંદર એવી વાતો કરી છે, જેનાથી લોકો કહેવા લાગ્યા કે, પાકિસ્તાની સંસદનો માહોલ રોમાન્ટિક થઈ ગયો છે.
આ મહિલા સાંસદનું નામ જરતાજ ગુલ હોવાનું કહેવાય છે. જે ઈમરાન ખાન કેબિનેટમાં મંત્રી રહી ચુકી છે. તેમણે સદનની કાર્યવાહી દરમ્યાન સ્પીકરને કહ્યું કે, સ્પીકર સર, આપકી તવઝ્ઝો ચાહતી હું, જેના જવાબમાં સ્પીકરે કહ્યું કે, જી પ્લીઝ…ત્યાર બાદ મહિલા સાંસદે કહ્યું કે, મેરે લીડરને મુઝે આંખોમાં આંખે ડાલકર બાત કરની સિખાઈ હૈં. સર અગર મુઝસે આઈ કોન્ટેક્ટ નહીં હોગા તો મેં બાત નહીં કર શકતી હૂં. તેના પર સ્પીકરે કહ્યું કે, મેં સુન લૂંગા, દેખૂંગા નહીં. આઈ કોન્ટેક્ટ ખવાતીન કે સાથ અચ્છા નહીં લગતા. મેં કિસી ભી ખાતૂન કી આંખ મેં આંખ ડાલકર નહીં દેખતા. સ્પીકરની આ વાત પર આખા સદનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને મહિલા સાંસદ પણ હસવા લાગ્યા.
સ્પીકર અને મહિલા સાંસદની આ મજેદાર વાતચીતવાળો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Bitt2DA નામની આઈડીથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે. પાકિસ્તાન કી સંસદમાં રોમાંટિક માહોલ હૈં. ફક્ત 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 39 હજારથી પણ વધારે વાર જોવાઈ ચુક્યો છે. જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.