રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામથી હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પત્નીએ પતિના આડાસંબંધની શંકામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલામાં જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં કાર્યવાહી શરૂ કરી હતી.
જાણકારી મુજબ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામમાં ગઈ કાલે મોડી રાત્રીના પત્ની દ્વારા ઘાતક હથિયાર વડે પતિની હત્યા કરી નાખવામાં આવી હતી. પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધની શંકા ને લઈ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. એવામાં ગઈ કાલના આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો. એવામાં પત્ની દ્વારા ગુસ્સામાં આવીને પતિ ના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાખતા પતિનું મૃત્યુ નીપજ્યું હતું. તેમ છતાં હત્યા કરીને મૃતક વલ્લભભાઈ બાવળીયા ની પત્ની ફરાર નાસી ગઈ હતી.
તેની સાથે ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે મૃતદેહને પીએમ અર્થે જસદણ સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યારી પત્નીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.