11 વખત એક્સ્ટેન્શન મેળવ્યા પછી ગુજરાતની ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે. કૈલાસનાથન શનિવારે નિવૃત થયા, તેમને ભાજપ સરકાર રાજ્યપાલ બનાવી શકે છે. તેમની નિવૃતિ પછી હવે ગુજરાતમાં સરકારી અધિકારીઓમાં મોટા પાયે ફેરફારો થવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.આગામી મહિનામાં હાલના ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી રાજ કુમારને કેન્દ્રમાં કેબિનેટ સેક્રેટરી બનાવવામાં આવશે.
કેન્દ્રમાં વર્તમાન રાજીવ ગૌબા ઓગસ્ટ મહિનામાં નિવૃત થઇ રહ્યા છે. રાજ કુમારના સ્થાન પર IAS પંકજ જોશી આવી શકે છે. જોશી અત્યારે અધિક મુખ્ય સચિવ છે. સિનિયોરીટીની દ્રષ્ટિએ તેમનો નંબર છે.
IAS રાજીવ ટોપનો પંકજ જોશીની જગ્યાએ આવી શકે છે. આ ઉપરાંત ઉર્જા વિભાગના મમતા વર્મા અને ગુજરાત ઉર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરે પણ કેન્દ્ર સરકારમાં જઇ શકે છે.