નારોલમાં રહેતો સગીર આખી રાત સામે રહેતી એક સગીર અથવા યુવતી સાથે વોટ્સએપ અને ઈનસ્ટાગ્રામમાં વોઈસ મેસેજથી વાત કરીને સગીરે પ્રેમનો એકરાર કર્યા બાદ ગત 16 જુનની રાત્રે ઘરના રસોડામાં પંખે લટકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.મૃતક સગીરના પિતા સવારે ઉઠીને રસોડામાં પાણી પીવા માટે ગયા ત્યારે દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો.
દરવાજો ખખડાવતા કોઈ ખોલી રહ્યું નહોતું. જેથી સગીરના પિતાએ રસોડાના દરવાજાની ઉપરની જાળીમાંથી જોતા પંખો વળેલી હાલતમાં હતો. બાદમાં ઘરના અન્ય સભ્યોને ઉઠાડીને બનાવ અંગેની જાણ કરી ત્યારબાદ પોલીસને બોલવતા દરવાજો ખોલીને જોતા સગીર મૃત હાલતમા પંખે લટકેલો જોવા મળ્યો હતો.
ત્યારબાદ મૃતકની બાજુમાં પડેલો તેના પિતાનો મોબાઈલ ચેક કરતા તેમાંથી વોટ્સએપમાં વોઈસ મેસેજ એક યુવતીને કરેલો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં સગીરે આઈ લવ યુ બોલતો હોય અને સામેથી છોકરીએ પ્રેમનો ઈનકાર કરી દીધો હોય તેવા વોઈસ મેસેજ મળી આવ્યો હતો. આ મામલે નારોલ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
વટવા કેનાલ રોડ પાસે રહેતા ૪૮ વર્ષીય વ્યક્તિ ચાંગોદરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી છે. તેમના બંને દીકરા ફર્નીચરનું કામ કરે છે અને ત્રીજો દીકરો ફેબ્રિકેશનનું કામ કરે છે. દીકરીના છુટાછેડા થઈ ગયા હોવાથી પિતા હનીફભાઈની પાસે રહે છે, ફરિયાદીનો સૌથી નાનો સગીર વયનો દીકરો લોકડાઉન બાદ અભ્યાસ છોડી દીધો હતો. સગીર તેના પિતાનો મોબાઈલ ફોન વાપરતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી એક છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો અને પિતાના ફોનથી તેની સાથે કાયમ વાતચીત કરતો હતો. ગત ૧૭ જુનના રોજ ઈદનો તહેવાર હોવાથી ફરિયાદીભાઈ ઘરે હાજર હતા ત્યારે તેમનો સગીર દીકરો પિતાનો મોબાઈલ લઈને છોકરી સાથે વાત કરતો હતો.
રાત્રે રૂમબંધ કરીને સુવા ગયો ત્યારે પણ પિતાનો મોબાઈલ ફોન લઈને ગયો હતો. સવારે ફરિયાદીએ ઉઠીને પાણી પીવા માટે રસોડામાં ગયા ત્યારે રસોડાનો દરવાજો બંધ હતો અને અંદરની લાઈટ ચાલુ હતી. પરંતુ દરવાજો કોઈ ખોલી રહ્યું નહોતું, જેથી ફરિયાદીએ દરવાજાની ઉપરની જાળીમાંથી જોતા પંખો સાથે દુપટ્ટો બાંધેલો હતો અને પંખો એકબાજુથી વળેલો હતો. બાદમાં ફરિયાદીએ પરિવારના અન્ય લોકોને જગાડીને જાણ કર્યા બાદ પોલીસની હાજરીમાં દરવાજો ખોલતા ફરિયાદીનો સૌથી નાનો દીકરો પંખા સાથે લટકીને મોતને વ્હાલું કરી લીધું હતું.
બાદમાં નારોલ પોલીસે સગીરની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને ફરિયાદીના મોબાઈલની તપાસ કરતા તેમાંથી સામે આવ્યું કે તેમનો સગીરવયના દીકરાએ આપઘાત કરતા પહેલા કોઈ છોકરી સાથે વોટ્સએપમાં વોઈસ મેસેજમાં વાત કરી હતી. જેમાં મૃતક સગીરે છોકરીને આઈ લવ યુનો વોઈસ મેસેજ કર્યો હતો, જેમાં યુવતીએ વોઈસ મેસેજમાં ઈનકાર કર્યો હતો. આ મામલે નારોલ પોલીસે તપાસ કરતા ધ્યાને આવ્યું કે, મૃતક સગીર જે છોકરી સાથે વાત કરો હતો. તે વટવા વિસ્તારમાં રહે છે, ત્યારે નારોલ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.