ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. આ પહેલા ચંપાઈ સોરેન મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે.
હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે હેમંત સોરેન સાથેની તસવીર શેર કરતા કહ્યું છે કે અમે સાથે છીએ.
હેમંત સોરેન રાંચીમાં રાજભવન પહોંચી ગયા છે. મહાગઠબંધનની બેઠકમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ફરી એકવાર તેઓ મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઈ રહ્યા છે.
ઈન્ડિયા એલાયન્સના નેતાઓ અને ધારાસભ્યો સાથેની બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારીએ કહ્યું કે હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હશે.