બિહાર માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક ગર્લફ્રેન્ડએ પોતાના જ બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો છે. ત્યારે હાલ પ્રેમી હોસ્પિટલમાં દાખલ છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને 1 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ લગ્ન પહેલા જ કંઈક એવું થયું કે ગર્લફ્રેન્ડ ગુસ્સામાં આવી ગઈ અને તેણે બોય ફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો હતો.
તો આ મામલો બિહાર ના સારણનો છે, જ્યાં લગ્નના થોડા સમય પહેલા જ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આનાથી ગર્લ ફ્રેન્ડ એટલી હદે ગુસ્સે થઈ ગઈ કે તેણે પોતાના જ બોય ફ્રેન્ડ નો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ ઘટના 1 જુલાઈના રોજ સારણના મરહૌરામાં બની હતી. કહેવાય છે કે બંને બે વર્ષથી રિલેશનશિપમાં હતા. હાલ પ્રેમીની હાલત ખરાબ છે અને તેની પટનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જોકે બનાવ અંગેની માહિતી પોલીસ ને આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલ્યો, જ્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ પ્રેમિકાને પકડીને પૂછપરછ માટે લઈ ગઈ છે. ત્યારે તેણે આખી વાત કહી કે તેણે પોતાના જ પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કેમ કાપી નાખ્યો. બંને 1 જુલાઈના રોજ છાપરા કોર્ટમાં લગ્ન કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી, જેના કારણે આ સમગ્ર ઘટના બની.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગર્લ ફ્રેન્ડ નર્સિંગ હોમ ચલાવતી હતી અને બોય ફ્રેન્ડ મધૌરાના વોર્ડ 12 નો વોર્ડ કાઉન્સિલર છે. બંને વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ ચાલતો હતો. પ્રેમિકાનો આરોપ છે કે લગ્નના નામે વેદ પ્રકાશે તેની સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધયો હતો. અંતે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.