પાટણના હેડ કોન્સ્ટેબલે રૂ. 8.38 લાખની ઠગાઈ કરી છે. કોન્સ્ટેબલ પોલીસ કેન્ટિનના રૂ. 8.38 લાખ ચાંઉ કરી ગયો છે. તેણે 2022-23માં ખરીદેલા ફટાકડાના રૂ. 8.38 લાખની ઉચાપત કરી હતી. ફટાકડાના વેચાણમાંથી મળેલા નફામાંથી ઉચાપત કરવામાં આવી છે.
તેણે આ નફાના નાણા પોલીસ વેલફેર ફંડમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. હેડ કોન્સ્ટેબલની પત્ની આ હકીકત જાણતી હોવા છતાં પણ તેણે વાત છૂપાવી હતી.
મહિલા હેડ કોન્સ્ટેબલે સાચી હકીકત જાણતા હોવા છતાં પણ વાત છૂપાવી હતી. આ કેસની તપાસ ડીવાયએસપી કે.કે. પંડ્યાને સોંપવામાં આવી હતી. આ ઘટના દિવાળીના સમય દરમિયાન બની હતી અને તેનો પર્દાફાશ હવે થયો છે.