રાહુલના DNAમાં હિન્દુત્વ નથી, તેના પરિવારમાં કોઈ હિન્દુમાં લગ્ન કર્યા નથી : ચૈતન્ય શંભુ મહારાજ

Spread the love

રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે હતા. રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુઓ અંગે નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે 6 જુલાઈ 2024ના રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવતાં જ VHP અને બજરંગદળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન VHP કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા હતા અને રાહુલના પૂતળા દહન કર્યું હતું. એ બાદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

VHP કાર્યકરોને પોલીસ હેડક્વાર્ટર રખવામાં આવ્યા
રાહુલ ગાંધીના પૂતળા દહન બાદ પોલીસ દ્વારા VHP અને બજરંગદળના 100થી વધુ કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવ્યા હતા. ત્યારે બજરંગદળના આગેવાનોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું સંસદની અંદર હિન્દુઓને હિંસક ગણાવતા નિવેદનને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ કડક શબ્દોમાં નિંદા કરે છે. અને રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માગે તેવી અમારી માગ છે. અને આવનારા સમયમાં જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બજરંગદળ તેમનો આ રીતે વિરોધ કરવામાં આવશે. જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી બજરંગધળનો વિરોધ ચાલુ રહશે.

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે: નીરજ બડગુજર
અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, મેસેજ મળતા જ પોલીસ દ્વારા સવારથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા બહાર આવ્યા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અત્યારે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ માહોલ શાંત છે.

 

VHP અને બજરંગ દળના કાર્યકરોની અટકાયત
VHPના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું. VHPના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું. ત્યારે પોલીસે અડધું બળેલું પૂતળું બચાવ્યું હતું.
ત્રિશુલ વડે રાહુલ ગાંધી વિરોધનું પોસ્ટર ફડાયું
VHP કાર્યાલય ખાતે કાર્યકરોનો વિરોધ
VHP કાર્યાલયે હનુમાન ચાલીસા બોલાવાઈ
હિન્દુ સમાજના કાર્યકર્તા અહીં એકત્રિત થયા છેઃ ચૈતન્ય શંભુ મહારાજ

ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના જે ઉચ્ચારણ છે તેનો વિરોધ કરવા સમગ્ર હિન્દુ સમાજ ઉપસ્થિત છે. દરેક કાર્યકર્તા, સાધુ-સંતો હાજર છે. એમણે જે હિન્દુ તરફે નફરત, એમનો જે ડિએને છે એ લોકસભાની અંદર ઉજાગર કર્યો તેનો વિરોધ કરવા હિન્દુ સમાજના કાર્યકર્તા અહીં એકત્રિત થયા છે. ગોધરા ટ્રેન બાળવામાં કે મુંબઈ હુમલામાં હિન્દુઓ નહોતા. 99 સીટમાં પાવર બતાવે તો કોંગ્રસ સત્તામાં આવે તો શું કરશે? રાહુલના DNAમાં હિન્દુત્વ નથી, તેના પરિવારમાં કોઈ હિન્દુમાં લગ્ન કર્યા નથી. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવો કે, હું હિન્દુ છું અને મારી માતાના હિન્દુ હોવા માટે ગર્વ છે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જવું હોય તો જાય પણ ઓરિસ્સા મંદિરમાં ફક્ત હિંદુઓને પ્રવેશનું બોર્ડ તેવું અહીં પણ કરવાની જરૂર છે.

રાહુલ ગાંધીના વિરોધમાં VHP કાર્યાલય પર ભાજપના ચૈતન્ય શંભુ મહારાજ કાર્યાલયથી પરત આવ્યા હતા. તેમજ કાર્યકરો એકત્ર થવા લાગ્યા હતા. કાર્યકરોના કપાળે તિલક કરવામાં આવ્યું હતું. VHP કાર્યાલયના પ્રવેશ દ્વારા ઉપર બે PI અને કોન્સ્ટેબલ લાઠી સાથે હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com