અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યુવતીનું અપહરણ થયું હોવાની ઘટના બની છે. દેવસ્યા સ્કુલ રોડ પરની શ્રીધર ગ્રીન્સ સોસાયટી પાસેથી રાધિકા નામની યુવતીનું અપહરણ થયું છે.
અમદાવાદમાં રાધિકા નામની યુવતીનું અપહરણ, કારમાં બેસાડી યુવતીનું અપહરણ, 5 મહિના પહેલા કર્યા હતા પ્રેમલગ્ન @AhmedabadPolice @GujaratPolice @CMOGuj @sanghaviharsh pic.twitter.com/CT1gWE1oDm
— Dinesh Chaudhary (@DineshVTVNews) July 6, 2024
બાઇક પર આવેલા 2 શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતી બાઇક પર ન બેસતા પાછળથી કારમાં અપહરણ કરાયું હતું. મહત્વનું છે રાધિકાએ 5 મહિના પહેલા મયુર પંચાસરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 4 મહિનાથી પ્રેમી યુગલ અમદાવાદમાં રહેતા હતા. મહિલાના પતિએ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTVના આધારે યુવતીની શોધખોળ હાથ ધરાઇ છે.