હિતેશ ઠાકોરે ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવા માંગ કરતો પત્ર લખ્યો,.. પહેલું નામ અલ્પેશ ઠાકોર

Spread the love

રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ચુંવાળીયા ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. હિતેશ ઠાકોરે ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવા માંગ કરતો પત્ર લખ્યો છે.ઠાકોર સમાજમાંથી કોને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છો છો તેના જવાબમાં તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર, લવીંગજી ઠાકોર, કેશાજી ચૌહાણ, દિલીપ ઠાકોર છે આવા ઘણા આગેવોને છે.

આ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, દરેક વિધાનસભામાં ચુંવાળીયા ઠાકોરનું 30થી 40 હજાર જેટલુ વોટીંગ છે.જેથી કરીને ગુજરાતમાં ચુંવાળીયા ઠાકોર સમાજનાં મુખ્યમંત્રી બનાવવાની માંગ રજૂ કરીએ છીએ.

રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે કહ્યું, ગુજરાત આખામાં અમારા સમાજની સૌરાષ્ટ્રમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની 17 ટકાની વસ્તી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં 32 ટકાની વસ્તી ધરાવીએ છીએ. જે લોકો મુખ્યમંત્રી તરીકે માંગ કરતા હોય તેમની વસ્તી વધીને 6થી 7 ટકા છે. અમારી વસ્તી છે, વેરાવળથી વિરમગામ અને પોરબંદરથી અમરેલી સુધી અને ઉત્તર ગુજરાત પણ અમારી વસ્તી છે. અમે પણ માંગ કરીએ છીએ કે અમારા ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને. ભાજપમાં અમારા સમાજના મંત્રી પણ નથી. હિતેશ ઠાકોરે વધુમાં કહ્યું, સૌરાષ્ટ્રમાં ચુંવાળીયા કોળી ઠાકોરની કોઈ નોંધ લેવામાં નથી આવતી.

હાલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના પદને લઇને ચર્ચાઓ તીવ્ર બની છે. જો કે આ નામ માટે હજુ કોઇ નામ પર મહોર નથી લાગી પરંતુ હાલ કુંવરજી બાવળિયાનું નામ મોખરે બોલાઇ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેમાં કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે.આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે, મારા હિતેચ્છુએ મારુ નામ આગળ કર્યું છે પરંતુ આખરી નિર્ણય હાઇકમાન્ડે કરવાનો હોય છે.

નોંધનિય છે કે, લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. આ રેસમાં કોનું પતુ કપાશે અને કોને સ્થાન મળશે તે આગામી સમય બતાવશે. ત્યારે આવા સમયે કોળી સમાજે આ પદ માટે કુવરજી બાવળિયાનું નામ આગળ કર્યું છે. નોંધનીય છે કે, નીતિન પટેલ બાદ આ સ્થાન પર કોઇ નેતાની પસંદગી નથી થઇ. નીતિન પટેલ બાદ ડેપ્યુટી સીએમની ખુરશી ખાલી છે. હવે કુંવરજી બાવળિયા અંગે શું નિર્ણય લેવામાં આવે તે આગામી સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com