જેડીયુના 12 અને ટીડીપીના 16 સભ્યોના ટેકાનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં

Spread the love

કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 4.80 લાખ કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે.

મોદી સરકાર નીતિશની જેડીયુના 12 અને ચંદ્રાબાબુની ટીડીપીના 16 સભ્યોના ટેકા પર ટકેલી છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં છે.ચંદ્રાબાબુ અને નીતિશ બંને પોતપોતાનાં રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માગણી કરી રહ્યા છે.

ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર બંનેએ પોતપોતાની માગનાં અલગ અલગ લિસ્ટ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આપ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, બંનેએ કેન્દ્ર સરકાર પાસેથી 1-1 લાખ કરોડ રૂપિયાની લોંગ ટર્મ લોનની માગણી કરી છે. તેનો મતલબ એ થયો કે, બંનેએ સાંઠગાંઠ કરીને એકસરખી રકમની માગ મૂકી છે.

અત્યારે કેન્દ્રસરકાર તરફથી રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ પણ શરત વિના લોંગ ટર્મ માટે 50-50 હજાર કરોડ રૂપિયાની લોન અપાય છે. ચંદ્રાબાબુ અને નીતિશ કુમારે આ લોનની રકમ વધારીને બમણી કરીને 1-1 લાખ કરોડ આપવાની માગ કરી હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com