GJ-18 ની જેલ ક્યારે બનશે, દરેક જિલ્લાની સબજેલો, GJ-૧૮ની ૨૫ વર્ષથી વાતોના વડા

Spread the love

ગુજરાતમાં ક્રાઇમ ઓછો હોય તો જેલો પેક કેમ?
ગુજરાતની જેલોમાં પુરૂષ અને મહિલા કેદીઓને ઘેટાં બકરાંની જેમ ભરવામાં આવી રહ્યાં છે !

જેલમાં રહેતા કેદીઓને પણ ચોક્કસ સુવિધાઓ આપવાની કાયદામાં જોગવાઈ છે. આમ છતાં ગુજરાત રાજ્યની જેલોમાં પુરૂષ અને મહિલા કેદીઓને ઘેટાં બકરાંની જેમ ભરવામાં આવી રહ્યાં છે. સજાના ભાગરૂપે જેલમાં જતા કેદીઓની હાલત પ્રાણીઓથી પણ બદતર છે, જેલ સત્તાવાળા પાસેથી આંકડા જાણવામાં આવ્યા તો આ વાત સાચી અને ચોકાવનારી સાબિત થઈ છે. કેટલીક જેલમાં તો, ક્ષમતા કરતા અઢી ગણા તો ક્યાંક બમણા કેદીઓ છે. ગુજરાતની લગભગ તમામ જેલોમાં માનવ અધિકારનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં હાલ કુલ 30 જેલ કાર્યરત છે. જેમાં 4 મધ્યસ્થ જેલ 12 જિલ્લા જેલ 8 સબ જેલ બે ખાસ જેલ 3 ઑપન જેલ અને એક અમદાવાદ મહિલા જેલનો સમાવેશ થાય છે. અમદાવાદ મહિલા જેલ, ત્રણ ખુલ્લી જેલ, પાલારા ખાસ જેલ મહેસાણા અને રાજપીપળા જિલ્લા જેલને બાદ કરતાં તમામ જેલમાં કેદીઓ ઘેટાં બકરાંની જેમ રહેવા મજબૂર બન્યાં છે.ગુજરાત ની જેલોમાં સૌથી ખરાબ સ્થિતિ ગોધરા સબ જેલની છે. ગોધરા જેલ માં 133 પુરૂષ કેદીઓની ક્ષમતા સામે 313 કેદીઓ રહી રહ્યાં છે. એટલે કે, અઢી ગણા કેદીઓ. મોરબી સબ જેલમાં પણ સ્થિતિ ખરાબ છે. મોરબી જેલ માં 143 પુરૂષ કેદીની ક્ષમતા સામે 294 કેદી એટલે કે, બમણાથી વધુ. જૂનાગઢ જિલ્લા જેલની પણ સ્થિતિ આવી જ કંઈક છે. જુનાગઢ જેલમાં 250 પુરૂષ કેદી રાખવાની ક્ષમતા સામે 550 કેદીઓ એટલે કે, બમણાંથી 50 કેદી વધુ છે.
ખાસ જેલો પૈકીની પોરબંદર જેલમાં પણ 110 કેદીની ક્ષમતા સામે હાલ 214 કેદી જેલવાસ ભોગવી રહ્યાં છે. સુરેન્દ્રનગર સબ જેલમાં 116 કેદીની સામે 204, પાલનપુર જિલ્લા જેલમાં 260 પુરૂષ કેદીની સામે 401 કેદી, છોટા ઉદેપુર સબ જેલમાં 102 કેદી સામે 179 કેદી, ગળપાદર જિલ્લા જેલમાં 250 કેદીની સામે 365 કેદી, અમરેલી જિલ્લા જેલમાં 248 કેદીની ક્ષમતા સામે 309 કેદી, નડિયાદ જિલ્લા જેલમાં 379 કેદીઓની ક્ષમતા સામે 459 પુરૂષ જેલમાં કેદ છે.અમદાવાદ સેન્ટ્રલ જેલમાં 2,646 પુરૂષ કેદીની સામે 3,699 કેદી ક્ષમતા કરતા 1,053 કેદી વધુ છે. રાજ્યની જિલ્લા જેલોમાં પુરુષ કેદીઓની ક્ષમતા સામે સૌથી સારી સ્થિતિ રાજપીપળા જિલ્લા જેલની છે. રાજપીપળા જેલમાં 325 પુરૂષ કેદીઓની ક્ષમતા સામે માત્ર 107 કેદી છે. મહેસાણા જિલ્લા જેલમાં પણ 290 પુરૂષ કેદી સામે 276 કેદીઓ જ છે.ગુજરાતમાં આવેલી ત્રણ ખુલ્લી જેલ અમરેલી જેલ, જુનાગઢ જેલ અને દાંતેશ્વર જેલમાં અનુક્રમે 40-40-60 કેદીઓની ક્ષમતા સામે 13-18-25 કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. ગોંડલ સબ જેલમાં પુરૂષ તેમજ મહિલા કેદીઓની સ્થિતિ સામાન્ય છે.

બોક્સ

અગાઉ ત્રણ જગ્યાએ જગ્યા મુકરર કરી હતી, હાલ જાેવા જઇએ તો GJ-18 ખાતે બનેલ ક્રાઇમના ગુન્હેગારોને રોજબરોજ અમદાવાદ લઇ જવા પડે છે,
ઘણા સમય થી માંગણી છતાં આ મુદ્દો અનેક સરકાર બદલાઇ ગઇ મુદ્દો ત્યાને ત્યા છે,..

ક્ષમતા કરતાં પણ વધુ કેદીઓને ઠાંસી- ઠાંસીને ભરવામાં આવતાં જેલોની સ્થિતિ કફોડી, GJ-18 ખાતે તમામ ડેવલપમેન્ટ થયું, પણ GJ-18 ની જેલ બનવાની વાતો ૨૫ વર્ષથી ચાલે છે, GJ-18 ની જેલ ક્યાં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com