ગુજરાતના સર્કિટ હાઉસમાં 7 હજાર જેટલા કર્મીઓનાં પગારમાંથી કટકી કરીને દર મહિને ૨ થી ૩ કરોડનું કૌભાંડ : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

Spread the love

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર ઉપસ્થિત

ગુજરાતના સર્કિટ હાઉસમાં કામ કરતા કોન્ટ્રાકટ-આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુત્તમ વેતનધારા હેઠળ વેતન મળતું નથી,આશરે ૧૨૫૦૦ જેટલો પગાર લઘુતમ પગાર થાય છે જેની બદલે ૭ થી ૯ હજાર પગાર ચૂકવાય છે.

રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર સામે ફરિયાદમાં યોગ્ય કામગીરી થાય અને ધરપકડ થાય તેવી કોગ્રેસની માંગ

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસમાં કામ કરતા કોન્ટ્રાકટ-આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુત્તમ વેતનધારા હેઠળ વેતન મળતું નથી. ગુજરાતમાં ટીઆરપીકાંડની ઘટના બાદ રાજકોટમાં વિવિધ કાર્યક્રમ માટે સર્કિટ હાઉસ રોકાવાનું થયું હતું. સર્કિટ હાઉસમાં આર એન્ડ બી સંચાલન કરવામાં આવે છે. સર્કિટ હાઉસમાં પગાર સ્લીપ કે લઘુતમ પગાર ચુક્વતો નથી. વિવિધ સર્કીટ હાઉસમાં ૧૦થી ૪૦ જેટલા કોન્ટ્રાકટ પર લોકો કામ કરતા હોય છે. જેમણે આશરે ૧૨૫૦૦ જેટલો પગાર લઘુતમ પગાર થાય છે જેની બદલે ૭ થી ૯ હજાર પગાર ચૂકવાય છે. રાજ્યમાં 7 હજાર જેટલા કર્મીઓનાં પગારમાંથી કટકી કરીને દર મહિને ૨ થી ૩ કરોડનું કૌભાંડ કરે છે. વારંવાર લેબર કમિશનર કે સચિવશ્રી સુધી ફરિયાદો કરી છે પરંતુ તેમનો કોઈ જવાબ આવ્યો નથી. સર્કિટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા જયારે લઘુત્તમ વેતનની માંગણી કરતા રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને સુપર વાઈઝરે કથિત રીતે અસ્લીલ ગાળો આપી કહ્યું – ‘ગુપ્તાંગ માંથી લોહી કાઢી નાખીશ’ જેવી ધમકી આપી હતી. ત્યારબાદ આ મુદ્દે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં કાલે રાત્રે ફરિયાદ કરી હતી. રાજકોટના સર્કિટ હાઉસના મેનેજર કોન્ટ્રાકટ કર્મીઓને ધમકી આપવાની હિમત ક્યાંથી આવે છે? સર્કિટ હાઉસના મેનેજર સામે ફરિયાદમાં યોગ્ય કામગીરી થાય અને ધરપકડ થાય તેવી કોગ્રેસ પક્ષ માંગ કરે છે.ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડતી ઉના કાંડની ઘટનાના પીડિતોની સુરક્ષા માટેના ૪ SRP જવાનો હટાવી લેવામાં આવ્યા. ઉના પીડિતોને આઠ વર્ષ પહેલા ભાજપ સરકાર દ્વારા ઘણા વચનો આપ્યા હતા જેમાંથી એક પણ પૂર્ણ કરવા આવ્યાં નથી. જમીન આપવાની વાતો કરી હતી જે આજ સુધી આપવમાં આવેલ નથી. પોલીસ બંદોબસ્ત હટાવી દેવામાં આવી છે જયારે આરોપીઓ હાલ જેલની બહાર ખુલ્લામાં ફરી રહ્યા છે અને પીડિતો પર ગમે ત્યારે હુમલો થઇ શકે છે. ઉના કાંડના આરોપીઓ હાલ બુટલેગરના કામો કરી રહયા છે કે રાજકીય કિન્નાખોરી, ઢીળી નીતિને કારણે ગુન્ડાતત્વો અને અસામાજિક તત્વો છાકટા થયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભાજપની રાજકીય કિન્નાખોરી ચરમસીમા છે. ભાજપને વોટ નહીં આપનારા લોકોના ઘર-મકાન તોડવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથમાં ચોક્કસ સમાજને લોકો અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળયેલા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હોટેલો, મકાનો, પાનના ગલ્લાઓ તોડવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારમાં હિંમત હોય તો કોડીનારથી ઉના જતા પૂર્વ સાંસદશ્રીનાં ગેરકાયદેર ચાલતા ઝીંગા ફાર્મ અને બાંધકામ તોડી પાડો. સમાજ સુધારની કામગીરી કરતા એક્ટિવિસ્ટશ્રી મહેશ મકવાણાને દબાણ તોડી પાડવા સમયે હાજર રહેવાની જાણ કોના દ્વારા કે કોની સુચનાથી કરવામાં આવી ? કોડીનાર થી ચુંટણી લડનાર કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણા ઉપર ભાજપના ઇશારે લૂંટની ફરિયાદ કરવા આવી? તે તંત્ર જણાવે. ભાજપની રાજકીય કિન્નખોરીની નીતિ રીતી વિરુદ્ધમાં 19 તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા કોડીનારમાં સંમેલન અને રેલી યોજશે.

સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુંડા તત્વો આજે મહેલમાં છે અને પીડિતો જેલમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના રાજીવ ગાંધી ભવન પર હુમલો કરનારાઓ આજે મહેલમાં છે અને રાજીવ ગાંધી ભવનની સુરક્ષા માટે ઉભા રહેલ કોંગ્રેસ આગેવાનો આજે પણ જેલમાં છે. જે લોકો જનતાની લડાઈ લડે તને ભાજપ હેરાન પરેશાન અને જેલ પાછળ ધકેલવાનું કામ કરી રહી છે. વર્ષોથી જે લોકો કેશવનગરમાં રહેતા હતા તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા. પંચમહાલના શેહરા તાલુકામાં વર્ષોથી માલધારી સમાજના લોકો ગાયનું પાલન પોષણ કરતા હતા તેમને ઘરવિહોણા કરવામાં આવ્યા. ગાયના નામે વોટ માગતી ભાજપ સરકાર માલધારી સમાજને કેમ હટાવી રહી છે? ભાજપ સરકાર ગરીબ-સામાન્ય લોકોને ઘર વિહોણા કરવા પર કેમ તુલી છે? ગુજરાતમાં ચાલુ થયેલું બુલડોઝર મોડેલ ચિંતાજનક છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com