જાતિય વાસના મનમાં એટલી ઊંડી હોય છે કે લોકો જાહેરમાં અશ્લિલ હરકતો કરતાં પણ અચકાતા નથી. કેરળના બેકલમાં બસમાં 50 વર્ષનો આધેડ મહિલા સામે અશ્લિલ હરકતો જોવા મળ્યો હતો. મહિલા સામે અશ્લિલ હરકતો કરનાર શખ્સ બહેરો અને મૂંગો હતો, તેને ખબર હતી કે મહિલા તેનું આ કામ જોઈ રહી છે અને રેકોર્ડ કરી રહી છે છતાં પણ તે અટક્યો નહોતો અને પોતાનું કામ ચાલું રાખ્યું હતું.
બેકલની બસમાં 27 વર્ષની એક મહિલા પોતાની છ વર્ષની પુત્રી સાથે સફર કરી રહી હતી. તેની સામે બેઠેલા શખ્સે તેનો પ્રાઈવેટ પાર્ટ કાઢીને મહિલાને દેખાડવા લાગ્યો હતો. મહિલાએ તેને આવું ન કરવાનું કહ્યું હતું પરંતુ બહેરો હોવાથી તે સાંભળી પણ શકતો નહોતો, આ દરમિયાન તેની છ વર્ષની પુત્રી પણ બેઠી હતી. મહિલાને ખબર નહોતી કે તે બહેરો છે વારંવારની વિનંતી છતાં પણ તેણે આ કામ બંધ ન કરતાં મહિલાએ તેના મોબાઈલમાં તેનું આ કામ રેકોર્ડ કરી લીધું.
મહિલાએ આ શખ્સની કંડક્ટરને ફરિયાદ કરી હતી તેમ છતાં મામલો અટકયો નહોતો. બસ જેવી ઊભી રહી કે તરત શખ્સ ભાગી નીકળ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.