ગઇકાલ તા. ૨૪ જુલાઇએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો.
૩૫૪ મી.મી. જેટલો વરસાદ બોરસદ તાલુકામાં વરસ્યો હતો.
બોરસદ તાલુકામાં વરસાદી પાણી ઓસરાઇ જાય ત્યારબાદ યુધ્ધના ઘોરણે મરામત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચન કર્યું
વરસાદ બાદ પાણી જન્ય કે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ ન વધે તે માટે પ્રો-એક્ટિવ કામગીરી હાથ ધરવા આરોગ્ય તંત્રને સૂચન કર્યું
ગઇ કાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચના આપી હતી