ચીનની 3000 બેંકો ફડચામાં, વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી આર્થિક શક્તિ ધરાવતુ ચીન મંદીમાં સપડાયુ

Spread the love

વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી આર્થિક શક્તિ ધરાવતુ ચીન મંદીમાં સપડાયુ છે. ચીનનુ અર્થતંત્ર કકડભૂસ થવાને કિનારે પહોંચ્યુ છે. માત્ર એક મહિનામાં 40 બેંકોમાંથી 36 બેંકોનો કબ્જો મોટી બેંકોએ લઈ લીધો છે.ચીનની કુલ જીડીપીની 340 ટકા એસેટ બેન્કીંગ સીસ્ટમમાં પડેલી છે જેમાંથી ત્રીજા ભાગની એસેટ હાલ બેડલોન બની છે.

ખાસ કરીને ચીનના રિઅલ એસેટ સેકટરમાં હાલ અનેક પ્રોપર્ટી કંપનીઓ નબળી પડતા સમગ્ર અર્થતંત્ર તુટી પડયું છે.

જાણીતા ઈન્ટરનેશનલ અખબારમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ ચીનની બેન્કીંગ સીસ્ટમની 7.5 ટ્રિલિયન (લાખ કરોડ) ડોલરની એસેટ એટલે કે આખી બેન્કીંગ સિસ્ટમની 13 ટકા એસેટ બેડલોન બની ચૂકી છે. ચીનની અનેક નાની બેંકો અને નાણાકીય સંસ્થાઓની નાણાકીય હાલત બગડી રહી હોવાથી મોટી બેંકો, નાની બેંકોનો કબજો લઈ રહી છે.

ચીનની બે સૌથી મોટી બેંક ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સીયલ બેંકની માર્કેટકેપ નાની બેંકોને મેળવવા માટે 21.4 ટકા વધી છે. તાઈવાનના અખબાર મુજબ ચીનની 3000 બેંકો ફડચામાં છે.

જેમાંની મોટાભાગની બેંકો ગામડાઓની છે અને એગ્રીકલ્ચર બેંકો છે. ચીનની રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડએ કન્ટ્રી ગાર્ડન, સિનો ઓશિયન ગ્રુપ, સોદો ચાઈના વગેરે કંપનીઓ ઉઠી ગયા બાદ નાણાકીય તાકાત ધોવાય છે.

ચીની સરકારે અનેક પગલા લીધા હતા. જેમાં ડાઉન પેમેન્ટની શરતો ઘટાડી પણ સરકારના કોઈ પગલા કારગત નીવડયા નથી. હાલ બેંકની હાલતને અટકાવવા કોઈ ચોકકસ આયોજન નથી જેને કારણે લોકોને વિશ્વાસ ઉઠી રહ્યો છે. ચીનની મંદી ગમે ત્યારે વિશ્ર્વની આર્થિક સ્થિતિને પણ બગાડી શકે છે તેવો ભય ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com