દિશા પટણી તેની એક્ટિંગ કરતા તેની ફિટનેસ અને સ્ટાઈલ માટે વધુ ચર્ચામાં છે. દિશા તેના સિઝલિંગ લુકથી દરરોજ તેના ચાહકોને પ્રભાવિત કરતી રહે છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે જ્યાં તે પોતાની તસવીર શેર કરતી રહે છે. આ વખતે ફરી દિશાએ પોતાના લુકથી ઈન્ટરનેટનું ટેમ્પરેચર વધાર્યું છે.
આ વખતે દિશા પટ્ણી એ તેના ઇન્સ્ટાગ્રામ પર બિકીની પહેરેલી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સારી લાગી રહી છે. દિશાએ સૂર્યાસ્ત સમયે બીચ પર બિકીની પહેરીને પોતાની સ્ટાઈલથી બધાને આગ લગાવી દીધા છે, જેને જોઈને ચાહકોના દિલ પણ ધડકી ગયા છે. દિશા ભીના વાળ અને બ્રાઉન કલરની બિકીની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
બીચ પર બેસીને દિશા પાણીની મજા માણી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં માત્ર એક ફૂલ ઇમોજી આપી છે. દિશાની આ તસવીરો જોઈને ફેન્સ પ્રેમમાં પડ્યા છે અને કોમેન્ટમાં તેની સુંદરતા અને ફિટનેસના વખાણ કરી રહ્યા છે.
આ તસવીરો સિવાય દિશાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર બીજી તસવીર શેર કરી છે, જેમાં તે તેના એક મિત્ર સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં પણ અભિનેત્રીએ બિકીની પહેરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોધા’માં જોવા મળી હતી. આ ફિલ્મ થોડા મહિના પહેલા જ રિલીઝ થઈ હતી.