અમદાવાદ શહેરના વટવા વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શિક્ષકાના પૂર્વ પ્રેમીએ ઘરે આવીને તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરીને પ્રેમિકા અને તેના પતિને માર માર્યો હતો. વટવાના એસપી રિંગ રોડ નજીક આવેલા એક ફ્લેટમાં રહેતી પરિણીત યુવતી શિક્ષિકા તરીકે નોકરી કરે છે આજથી થોડા થોડા વર્ષો અગાઉ પરિણીતાને પાડોશમાં રહેતા યુવક સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
બાદમાં પરિણીતાના ઘરમાં નાની બાબતોમાં ખટરાગ ઉભો થવા લાગતા પરિણીત યુવતીએ યુવક સાથે તમામ સંબંધ તોડી નાંખ્યા હતા.
આજ બાબતનો ગુસ્સો રાખીને ગતરોજ યુવકે પરણીતાના ઘરે પહોંચી ગયો હતો. દરવાજો ખખડાવીને તારી પત્નીને બોલાવ મારી સાથે કેમ વાત નથી કરતી કહીને ધમકી આપવા લાગ્યો હતો. પરણિતાના પતિએ દરવાજો ખોલતા યુવક પરિણીતાના પતિ સાથે મારમારી કરવા લાગ્યો હતો. આ મામલે વટવા જીઆઈડીસી પોલીસે યુવક પાડોશી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
વટવા એસપી રિંગરોડ પાસે આવેલા ફ્લેટમાં રહેતી પરિણીત શિક્ષિકાને તેની પાડોશમાં રહેતા યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. પરંતુ યુવતીના લગ્ન જીવન અને પરિવારમા કંકાસ થતો હોય તેમ લાગતા યુવતીએ યુવક સાથે તમામ સંબંધ તોડી નાંખ્યા હતા. ગતરોજ શિક્ષિકા તેની સ્કૂલના બીજા શિક્ષકો સાથે બહાર જમીને ઘરે આવી ત્યારે ફ્લેટના પાર્કિંગમાં યુવક તેની રાહ જોઈને બેઠો હતો. શિક્ષિકા ફ્લેટના પાર્કિંગમાં પ્રવેશતાની સાથે જ પાગલ પ્રેમી યુવકે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષિકા લિફ્ટમાં બેસીને પોતાના ઘરમાં જતી રહી હતી. ગુસ્સે ભરાયેલા પાગલ પ્રેમી યુવકે શિક્ષિકાનો પીછો કરીને તેના ફ્લેટના દરવાજા બહાર આવીને ઉભો રહી ગયો હતો.
જોરજોરથી દરવાજો ખટકવા લાગ્યો ત્યારે પરિણીતાને પતિએ દરવાજો ખોલતાની સાથે જ પ્રેમી યુવક યુવતીના પતિ સાથે મારામારી કરવા લાગ્યો હતો. આ દરમિયાન પરણીતા વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાગલ પ્રેમી યુવકે હું અહિયાથી ક્યાંય નહીં જાઉં તારી પત્નીને બોલાવ મારે તેની સાથે વાત કરવી છે, તે કેમ મારી સાથે બોલતી નથી કહીને બૂમો પાડવા લાગ્યો હતો. મામલો વધુ બિચકતા યુવતીના પતિએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા વટવા જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ પોલીસ આવે તેની પહેલા પાગલ પ્રેમી યુવક નાસી ગયો હતો. આ મામલે પરણિત યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.