નાયબ મામલતદાર સર્જરી કરાવીને ટ્રાન્સવુમન થયાં, અત્યારે સ્ત્રી તરીકે પોતાના જીવનથી સંતષ્ટ અને ખુશ છે

Spread the love

ડભોઈના સિનોરમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતાં બીજલ મહેતા મૂળે પોરબંદરનાં છે. તેઓ સર્જરી કરાવીને ટ્રાન્સવુમન થયાં છે. અત્યારે સ્ત્રી તરીકે પોતાના જીવનથી સંતષ્ટ અને ખુશ છે, પરંતુ તેમણે પારિવારિક, સાંસારિક, સામાજિક અને આર્થિક પડકારોમાંથી પસાર થવું પડ્યું હતું.

પ્રાથમિક શાળાના એક કાર્યક્રમ દરમિયાન બીજલ પોતાનાં આંતરિક વ્યક્તિત્વ વિશે સભાન બન્યાં હતાં. ઉંમરની સાથે તેમનાં મનમાં અનેક સવાલ અને મૂંઝવણ ઊભાં થયાં હતાં, પરંતુ કોઈની સમક્ષ હૈયું ઠાલવી શકે તેમ ન હતાં કે સવાલ પૂછી શકે તેમ ન હતાં.

આ બધાંની વચ્ચે બીજલનું લગ્ન થયું અને તેઓ પિતા પણ બન્યા, છતાં આંતરિક વિમાસણ યથાવત્ રહેવા પામી હતી.

બીજલબહેન કહે છે, “હું પ્રાથમિક શાળામાં હતી, ત્યારે શાળાના વાર્ષિક દિવસના કાર્યક્રમમાં મેં એક છોકરાને છોકરીના ડ્રેસમાં જોયો હતો. એ વખતે મને થયું હતું કે હું પણ આવી જ છું, પરંતુ હું આવું કેમ નથી કરી શકતી?”

એ વખતે બીજલના મનમાં જે માત્ર અવઢવ હતી તે ઉંમરની સાથે સાથે સવાલોમાં અને પછી મૂંઝવણમાં પરિણામી હતી.

તેઓ કહે છે, નાની હતી ત્યારે હું છોકરી છું એવું મને માલૂમ થયું ત્યારે હું કોઈને કહી જ શકી નહોતી. વળી, એ વખતે તો ગૂગલ જેવી સર્ચ એંજિનની કોઈ વ્યવસ્થા પણ અમારી પાસે નહોતી કે તેના વિશે કમ્પ્યૂટર કે મોબાઇલ પર જઈને કંઈ માહિતી મેળવી શકીએ.

તેથી મનમાં ને મનમાં ખૂબ મૂંઝારો હતો અને સમાજનો ડર પણ હતો. ઘરમાં કોઈ ન હોય ત્યારે છોકરી જેવો પહેરવેશ ધારણ કરીને હું મારી ઇચ્છાઓ પણ સંતોષતી.

કોઈ યુવક કે યુવતી વિજાતીય અનુભૂતિ કરતા હોય અને સેક્સ ચેન્જ કરાવવા માગતા હોય તો સમાજ તેને સ્વીકારશે કે કેમ એ સવાલ તેમને પજવે છે.

બીજલ કહે છે કે, “2019માં કેન્દ્ર સરકારનો ટ્રાન્સજેન્ડર ઍક્ટ ન આવ્યો હોત તો હું ક્યારેય એ વાત છતી ન કરત કે હું એક સ્ત્રી છું. આ કાયદાને લીધે મને સમાજમાં અને રોજગારીમાં સુરક્ષા મળી તેથી જ મેં મારી જાતને ટ્રાન્સવુમન તરીકે જાહેર કરી.”

તમારાં માતાપિતાની પ્રથમ પ્રતિક્રિયા શું હતી? દશેક સેકન્ડ રોકાઈને બીજલ કહે છે કે, “મારાં માતાપિતા આજે પણ મને દીકરી નહીં પણ દીકરો જ સમજે છે. જેમણે મને પાળીપોષીને મોટી કરી તે માતાપિતા સામે હું આંખ મેળવી શકું તેમ નહોતી, તેથી મેં તેમને રૂબરૂમાં આ વાત ક્યારેય કહી નહોતી.”

“મેં મીડિયામાં જાહેર કર્યું હતું કે હું ટ્રાન્સવુમન છું. પરિવારના લોકોને જાણ થઈ એ પછી તેમણે મને કહ્યું હતું કે તું છોકરો જ છે.”

“છોકરી બનવાની કોઈ સર્જરી કે ટ્રીટમેન્ટ કરવાની તારે જરૂર નથી. એ દરમ્યાન હું મારા પરિવારથી અલગ રહેતી હતી.”

બીજલ જ્યારે નીલેશ એટલે કે પુરુષ હતા, ત્યારે તેમનાં બે વખત લગ્ન અને પછી છૂટાછેડા પણ થઈ ગયાં હતાં. પ્રથમ લગ્નથી તેમને એક દીકરી છે. દીકરી વિશે વાત કરતી વખતે બીજલના ચહેરા પર ચમક આવી જાય છે.

તેઓ છે, “દીકરી સાથે સમય પસાર કરવો મને ખૂબ ગમે છે. મારી દીકરી મને પપ્પા કહીને બોલાવે છે. મારી દીકરી માટે તો હું પૅરન્ટ છું, ભલેને એ મને મમ્મી કહીને બોલાવે કે પપ્પા કહીને બોલાવે. મારા માટે તો એ મારી દીકરી જ છેને.”

બીજલને એ વાતનો ડર હતો કે તેઓ પોતાની ઓળખ જાહેર કરશે એ પછી તેમને નોકરીમાં કોઈ તકલીફ પડી શકે અથવા તો નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

નોકરી ન હોય તો શું કરવું? એ સવાલ તેમને પજવતો હતો તેથી તેમણે એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેથી નોકરી ન હોય તો વકાલત કરીને પણ આજીવિકા રળી શકાય.

બીજલ કહે છે કે, “પહેલું વર્ષ તો મેં નીલેશ તરીકે જ પસાર કર્યું હતું. દરમિયાન અભ્યાસના બીજા વર્ષે 2019માં ટ્રાન્સજેન્ડર ઍક્ટ આવી ગયો હતો. તેથી મેં કૉલેજમાં જણાવી દીધું હતું કે હું ટ્રાન્સવુમન છું.”

“તેથી બીજું વર્ષ મેં ટ્રાન્સજેન્ડર તરીકે પસાર કર્યું હતું. એલએલબીના છેલ્લા વર્ષમાં તો મેં સર્જરી પણ કરાવી લીધી હતી. તેથી મને ડીગ્રી પણ એક મહિલા તરીકે એટલે કે બીજલ મહેતાના નામથી મળી હતી.”

અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર સુધી નીલેશના નામ, ઓળખ અને લિંગ બદલાઈ ગયાં હતાં. એ પછી તેમણે તમામ સરકારી દસ્તાવેજોમાં પોતાના જૂના નામને દૂર કરાવીને નવા નામ સાથે ઓળખ મેળવી.

ટ્રાન્સજેન્ડર ઍક્ટના લીધે આ કાયદાકીય પ્રક્રિયા થોડી સરળ બની હોવાનું બીજલનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે ટ્રાન્સજેન્ડર સંબંધિત કાયદા અને તે પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિને વેઠિયા મજૂર તરીકે રાખી ન શકાય. તેમના અવર-વજરના રસ્તાને અવરુદ્ધ ન કરી શકાય, તેઓ સાર્વજનિકસ્થળોએ અબાધિત આવજા કરી શકે છે. આ સિવાય તેમને ગામ, ઘર કે રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢવા માટે ફરજ ન પાડી શકાય.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિની શારીરિક, માનસિક, આર્થિક કે ભાવનાત્મક માનસિક પ્રતાડનાને દંડનીય અપરાધ ઠેરવવામાં આવ્યો છે તથા જિલ્લા તથા રાજ્યસ્તરે મૉનિટરિંગ સેલ ઊભા કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

પુરુષમાંથી સ્ત્રી બનવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જટિલ છે. બેથી ત્રણ વર્ષનો સમય લાગે છે. બીજલ મહેતા જણાવે છે કે, “જો કોઈએ ટ્રાન્સવુમન માટેની સર્જરી કરાવવી હોય તો એના માટે જેન્ડર ડિસ્ફૉરિયા સર્ટિફિકેટ જરૂરી હોય છે. એ પછી જ હૉર્મોન્સ(અંતઃસ્ત્રાવ)ની સારવાર શરૂ થાય છે.”

“સાઇકિયાટ્રિસ્ટ આ માટે કાઉન્સેલિંગ કરે છે, પછી સર્ટિફિકેટ આપે છે. ત્યારપછી શરીરમાં હૉર્મોન્સ આપવાનું શરૂ થાય છે. છ મહિના સુધી હૉર્મોન્સ આપ્યા બાદ પછી સર્જરીની પ્રક્રિયા શરૂ થાય છે.”

હૉર્મોન્સ આપવામાં આવે છે ત્યારે શરીરમાં જબરદસ્ત બદલાવ આવે છે. એ વખતે સ્ત્રી અને પુરષ બંનેના હૉર્મોન્સ શરીરમાં હોય છે, તેથી શરીર અને મનમાં ઘણા ફેરફાર આવે છે.

અવાજ પાતળો થવા લાગે છે. વાળ મુલાયમ થવા લાગે છે વગેરે. એ વખતે પરિવાર અને મિત્રોનો સંગાથ ખૂબ જરૂરી હોય છે.

બીજલ કહે છે, “જો તમને એ વખતે આવતા ફેરફાર પસંદ ન હોય, તો સેક્સ ચેન્જની પ્રક્રિયામાંથી એ વખતે જ યુ ટર્ન લઈ શકાય છે.”

“એ પછી ટ્રાન્સવુમન માટે બે મહત્ત્વપૂર્ણ સર્જરી કરવામાં આવે છે. એસઆરએસ સર્જરી કે જેને સેક્સ રિઅસાઇનમેટ સર્જરી કહે છે.”

“તેને બૉટમ સર્જરી કે વજાઇનોપ્લાસ્ટી પણ કહે છે. આ સિવાય બીજી જે સર્જરી એટલે ટૉપ સર્જરી કે જેમાં બ્રૅસ્ટ ઇમ્પાલ્નટ કરવામાં આવે છે.”

સેક્સ ચેન્જ માટે સાઇકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ, ઍન્ડૉક્રાઇનૉલૉજિસ્ટ પાસે હૉર્મોન્સ થૅરપી, પ્લાસ્ટિક સર્જન પાસે ટૉપ-બૉટમ સર્જરી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

પુરુષમાંથી સ્ત્રીમાં રૂપાંતરણમાં બીજલ મહેતાને બે વર્ષ થયાં હતાં. રૂપાંતરણમાં કોઈને બે વર્ષ કરતાં ઓછો સમય પણ લાગી શકે અને કોઈને વધુ પણ લાગી શકે છે.

સેક્સ ચેન્જ કરાવતી વખતે સાઇકિયાટ્રિસ્ટ પાસેના કાઉન્સેલિંગનો તબક્કો પાયાનો હોય છે.

એમાં તે પુરુષના જન્મથી લઈને વર્તમાન સુધીની વિગતો નોંધવામાં આવે છે. જેમાં તેમને બાળપણમાં સ્ત્રી જેવાં કપડાં પહેરવાની ઇચ્છા થતી? મિત્રોમાં સ્ત્રી વધારે હતાં કે પુરુષ? રમવામાં ક્યા પ્રકારનાં રમકડાં વધારે પસંદ હતાં? પરિવારનો સહયોગ કેવો છે વગેરે બાબતો પૂછવામાં આવે છે.

અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કેશા ખેતાણી કહે છે, “સેક્સ ચેન્જ ઇચ્છુક વ્યક્તિને બે સાઇકિયાટ્રિસ્ટના નિરીક્ષણ સાથેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. એ પછી તેઓ સર્જરી કરાવી શકે છે. એ સર્ટિફિકેટ મળે તે અગાઉ એક વર્ષ સુધી વિવિધ પ્રકારનું કાઉન્સેલિંગ થાય છે.”

“ક્યારેક વધારે પણ સમય લાગી શકે છે. એક વર્ષ સુધી તે વ્યક્તિનું અવલોકન કરવામાં આવે છે. જેમાં કાઉન્સેલિંગની ઓછામાં ઓછી છ બેઠક તેમની સાથે થાય છે.”

“એ પછી વ્યક્તિ સેક્સ ચેન્જ માટે પ્રતિબદ્ધ થાય ત્યારપછી ઍન્ડૉક્રાઇનૉજિસ્ટ પાસે તેમને મોકલવામાં આવે છે. જે તેમને હૉર્મોનલ થેરપી આપે છે. તેમને ડિપ્રેશનની કોઈ સમસ્યા હોય તો ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ પણ તેમની સારવાર કરે છે. ”

“તેઓ સ્વસ્થ થાય પછી ફરી એક વખત તેમને પૂછવામાં આવે છે કે મનથી સેક્સ ચેન્જ માટે કેટલા અનુકૂળ અને મકકમ છે ? એ પછી બે સાઇકિયાટ્રિસ્ટનાં નિરીક્ષણ સાથેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.”

“એ પછી તે પુરુષ, સ્ત્રી માટેની પ્લાસ્ટિક સર્જરી માટે આગળ વધી શકે છે. શરીરના ઉપરના તેમ નીચેના ભાગે જે ટૉપ અને બૉટમ સર્જરી કરવાની હોય છે તે પ્લાસ્ટિક સર્જન કરે છે.”

બીજલ, બે વખત તમારા પુરુષ તરીકે લગ્ન થયાં હતાં. તમે અંદરથી સ્ત્રી હોવાનું મહેસૂસ કરો છો, એ વાત બંને પત્નીઓને જણાવી ત્યારે તેમનો શું પ્રતિભાવ હતો? એવા સવાલના જવાબમાં બીજલ કહે છે, “મેં તેમને મોઢામોઢ કશું કહ્યું નહોતું. હું અંદરથી સ્ત્રી છું એવી કોઈ વાત પ્રથમ પત્ની સાથે થઈ નહોતી પણ તેને ખબર હતી.”

“અમે પરસ્પર સમજૂતીથી અલગ થઈ ગયાં હતાં. મારી પ્રથમ પત્ની સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરતી હતી. એમાં મેં તેમને ખૂબ મદદ કરી હતી. તેથી તેમને મારા પ્રત્યે આદર હતો. તેથી છૂટા પડતી વખતે તેઓ કંઈ બોલ્યાં નહોતાં.”

“બીજાં લગ્ન પછી થોડા સમયમાં વાદવિવાદ થયા હતા. બીજાં લગ્નના આઠેક મહિના પછી છૂટાછેડાનો કોર્ટ કેસ ચાલુ હતો એ દરમ્યાન મેં ટ્રાન્સવુમન માટેની સર્જરીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.”

“મને આના વિશે વધારે ન પૂછશો. હું એટલું કહીશ કે મારાં બંને પૂર્વ પત્નીઓનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ પોતાના જીવનમાં ખુશ છે.”

પ્રથમ પૂર્વ પત્નીથી તમને એક સંતાન છે. એ કેવી રીતે શક્ય બન્યું? એ સમયે તમારી શું મનોસ્થિતિ હતી? બીજલ મહેતાએ જણાવ્યું, “એ વખતે હું સ્ત્રી હોવાનું મહેસૂસ કરતી હતી પણ હું એક પુરુષ પણ હતી. તેથી મારામાં બંને ભાવ હતા.”

કોઈ વ્યક્તિએ સેક્સચેન્જ કરાવ્યું હોય તો સમાજ તેને સામાન્ય વ્યક્તિની જેમ નથી નિહાળતો. આવી વ્યક્તિને સામાજિક સ્વીકૃતીમાં ઘણો સમય લાગે છે. ક્યારેક તો એ સ્વીકૃતી પણ નથી મળતી. બીજલ પણ આવા તબક્કામાંથી પસાર થઈ ચૂક્યાં છે.

જોકે, તેમને સમાજ અને તેમના કાર્યસ્થળે લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે તેથી જીવનને ફરી સ્થિર થતાં વાર ન લાગી.

શિનોરની મામલતદાર કચેરીમાં બીજલ સાથે કામ કરતાં મીતા સોયંતર કહે છે, “બીજલબહેન જ્યારે નવાં-નવાં હતાં ત્યારે લોકો તેમને અચંબાથી નિહાળતા કે પુરુષમાંથી સ્ત્રી બનેલી મહિલા કેવી દેખાય છે.”

“ઑફિસમાં ચર્ચા પણ થતી કે ભાઈમાંથી બહેન બન્યાં છે વગેરે. અમને પણ મનમાં એવું હતું કે તેમની સાથે કઈ રીતે હળશુંમળશું વગેરે.”

“ધીમે-ધીમે જ્યારે તેમની સાથે કામ કર્યું તો એ બધા પૂર્વગ્રહ ખરી પડ્યા હતા. બીજલબહેનનો સ્વભાવ ખૂબ પ્રેમાળ છે.”

“અમને એ સમજવામાં વાર ન લાગી કે ટ્રાન્સવુમન પણ આપણા જેવી જ વ્યક્તિ છે. સેક્સ ચેન્જ કરાવવાથી માણસ તરીકે એ વ્યક્તિ નથી મટી જતી અને માણસાઈ પણ બદલાઈ નથી જતી.”

“કોઈએ સેક્સ ચેન્જ કરાવ્યું હોય તો તેની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ અને તેને ઓછું આવવા ન દેવું જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com