રાજ્યના અધિકારીઓ દુશાશન અને ભાજપ સરકાર ધુતરાષ્ટ્ર ભૂમિકામાં: પ્રજાના હક્ક અધિકાર માટે કોંગ્રેસ પાંડવો બની કાર્યરત

Spread the love

ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટ્રાચાર એ શિષ્ટાચાર બની ગયો છે: સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નહિ પરતું ભ્રષ્ટાચારની સીસ્ટમ ભાજપ સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં લાગુ કરી છે : ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો ટીઆરપી કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેશભાઈ પરમારએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મનપામાં ભાજપનું રાજ છે. ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટ્રાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ભયમુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો ટીઆરપી કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતના સેવાસદનો આજે ભાજપ માટે મેવાસદનો બન્યા છે ભાજપ સરકાર દાવા કરે છે કે કોઇ મોટી માછલીઓ મગરમચ્છ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે પરતું ભાજપ સાગઠીયા અને ભોજકને પકડે અને મોટા એનાકોન્ડા, વ્હેલ માછલીઓને ક્યારે પકડશે?તે ગુજરાતીઓ જાણવા માંગે છે. ગુજરાતમાં અત્યારે બાબુ અને અધિકારીઓનું રાજ છે. રાજ્યના અધિકારીઓ દુશાશન અને ભાજપ સરકાર ધુતરાષ્ટ્ર ભૂમિકામાં છે જયારે પ્રજાના હક્ક અધિકાર માટે કોંગ્રેસ પાંડવો બની વિરોધપક્ષની ભુમિકા ભજવી રહી છે. કોઇપણ ઘટના બાદ રાજ્ય સરકાર એસઆઈટીની રચના કરે છે. પરતું આજ સમિતિઓ તેમના માટે છટકબારી જેમ બની છે. હરણી બોટ કાંડમાં કોર્ટે બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તેમ છતાં અત્યાર સુધી ભાજપ સરકારે કેમ પગલાં ન લીધા? શું ભાજપ સરકાર અને અધિકારીઓ પોતાને હાઇકોર્ટથી ઉપર માને છે? ભાજપનાં રાજમાં ખાણ-ખનીજ, મહેસુલ, ગૃહ, આરોગ્ય, શિક્ષણ સહિતના તમામ વિભાગોમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ તો વિપક્ષમાં છે અને વિરોધ કરે છે પણ ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો, સાંસદો, નેતાઓ દ્વારા મુખ્યમંત્રીને અધિકારીરાજ અંગેની મુશ્કેલીઓ બાબતે વારંવાર પત્ર લખી વિરોધ કર્યો છે. ગુજરાતના ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓનું પણ અધિકારીઓ સાંભળતા નથી. ત્યારે ભ્રષ્ટાચારને ડામવા અને ધુતરાષ્ટ્ર સરકારને દુર કરવા કોંગ્રેસ પાંડવોની ભૂમિકામાં આવી છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આવનાર ગુજરાત વિધાનસભા સત્રમાં ઉચ્ચ અધિકારીઓ, ચુંટાયેલા નેતાઓ, પ્રતિનિધિઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અંગે કડક કાયદો બનાવવમાં આવે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે મૃત્યુ પામેલા ગુજરાતીઓને ન્યાય આપવા માટે તારીખ ૯ ઓગસ્ટે મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય પદયાત્રા કરવામાં આવશે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં ૧૦૧ પદયાત્રીઓ જોડાશે અને ગુજરાતમાં જુદાજુદા કાંડના પીડિતોના સગા-સંબધીઓ પણ આ પદયાત્રામાં જોડાશે.ભ્રષ્ટાચારના આરોપ બાદ હકાલપટ્ટી થયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાશ્રી ધર્મેન્દ્ર શાહની ભ્રષ્ટાચારના પરાકાષ્ટા અને ગેરવહીવટ પર આકરા પપ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના પ્રભારીશ્રી ધર્મેન્દ્ર શાહના શાસનમાં મેયરશ્રીની ઓફીસમાં એન્ટીચેમ્બરમાં બેસી ૫૦૦ કરોડથી વધારેનો ભ્રષ્ટ્રાચારની વાતો સૌના લોકમુખે ચર્ચાઈ રહી છે. મ્યુનિસિપલ કમીશનરશ્રી અને મેયરશ્રી કરતાં વધારે પાવર ભોગવતા હોય તેમ કોઇ પણ કોન્ટ્રાક્ટ હોય તેમાં કમીશન વિના પાસ થતો ન હતો. દિલ્હીના તેમને સીધા આશીર્વાદ હોવાનો વાતો કરતા શ્રી ધર્મેશ શાહના રાજમાં શહેરમાં કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ હોય, બસનો કોન્ટ્રાક્ટ, રોડ-બ્રીજના કોન્ટ્રાક્ટ સહિતના કોન્ટ્રાક્ટમાં સુનિયોજિત રીતે ભ્રષ્ટાચારની સીસ્ટમ કરવામાં આવી હતી. સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નહિ પરતું ભ્રષ્ટાચારની સીસ્ટમ ભાજપ સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં લાગુ કરી છે. મોટાપાયે કોન્ટ્રાક્ટની કટકીને કારણે શહેરમાં રોડ સારા બનતા નથી. અવાર નવાર રોડ તુટવાની સમસ્યાઓનો ભોગ ગુજરાતીઓ બની રહ્યા છે. ભાજપાના ધારાસભ્યો અને કોર્પોરેટરોના એએમટીએસ-બીઆરટીએસના ઉચા ભાવે કોન્ટ્રાક્ટ આપી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બેહરામપુરામાં કાપડ એકમો માટે એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(ETP) વ્યક્તિ વિશેષને લાભ કરવામાં કોર્પોરેશનને અંદાજીત ૧૦૦ કરોડ જેટલું નુકશાન થયું છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે શ્રી ધર્મેન્દ્ર શાહ દ્વારા મંજુર થયેલા તમામ કામોની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આઇટી વિભાગે પણ ભાજપના ક્યાં નેતાના ખાતામાં ક્યાં કોન્ટ્રાકટરે રૂપિયા જમા કરાવ્યા તેની તપાસ થવી જોઇએ.

પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ મેયર અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુસીપલ કોર્પોરેશનનો એક વર્ગ બેનો કર્મચારી રૂપિયા ૫૦ લાખની લાંચ લેતો પકડાય આ જ દર્શાવે છે કે ભાજપ શાસિત નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ કર્મચારીના તાર ક્યાં કયા મોટા અધિકારી, નેતા સુધી પહોંચે છે તેની તપાસ થવી જોઇએ. એએમસીમાં ભ્રષ્ટ્રાચાર કરવાનો છુટો દોર મળે તે માટે વિપક્ષને તમામ વિવિધ સમિતિમાંથી દુર કરાયા છે. શહેરના ધોવાયેલા અને તુટેલા રસ્તા માટે હલકી ગુણવત્તા, રોડ અને રસ્તાના ટેન્ડરમાં આપવામાં આવેલ ટર્મ્સ એન્ડ કંડીશનનું યોગ્ય પાલન ન થાય, યોગ્ય માત્રામાં ડામરનો ઉપયોગ ન થયા જ્યાં થાય ત્યાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાય તેની સાથે મોટા પાયે કટકી-કૌભાંડ અને ભ્રષ્ટ્રાચાર જવાબદાર છે. ભાજપના રાજમાં તંત્ર એટલું ભ્રષ્ટ થઇ ચુક્યુ છે કે સામાન્ય વ્યક્તિ પોતાનુ મકાન બનાવવાનો પ્લાન પાસ ન કરાવી શકે. બાંધકામ થયા બાદ બીયું પરમીશન માટે ફ્લેટના યુનિટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે. મનપા ઓફીસમાં પોતાનું કામ કરાવવું એ અભીમન્યુના કોઠા પસાર કરવા જેવી સ્થિતિ નાગરિકની થાય છે. ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી સ્થિતિ છે ત્યારે કોંગ્રેસ અમદાવાદ મ્યુંસીપલ કોર્પોરેશનમાં થઇ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આક્રમકતાથી લડશે. ભાજપના મનપાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં છે તેમને કામમાં નહી કોન્ટ્રાક્ટ અને કટકીમાં જ રસ છે. કમીશન મળ્યા બાદ કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કરવાના બદલે છાવરવામાં આવે છે. જે કામગીરી અને નિતિરીતી ચાલે છે તે પ્રજાલક્ષી નહીં પ્રજા વિરોધી છે. યુપીએ શાસનમાં ડૉ.મનમોહન સિંઘ દ્વારા અમદાવાદના વિકાસ માટે ૫ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી ૯૦૦ કરોડ રૂપિયા તો માત્ર વરસાદી પાણી અને ડ્રેનેજ માટે વપરાયા હતા. આ ૯૦૦ કરોડ ક્યાં ગયા? તે સવાલ થાય છે. આજે નજીવા વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તાર ઠેરઠેર પાણીમાં ગરકાવ થઇ જાય છે. ગુજરાતીઓને સુવિધા-સેવા મળે અને ભય ભ્રષ્ટાચારને ડામવા કોગ્રેસ પક્ષ સતત લડાઈ લડતો રહેશે.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com