રાજ્યમાં સાયબર ગુનાખોરો ગુજરાતીઓ પાસેથી પ્રતિ મિનિટ સરેરાશ રૂ. 26,052 લૂંટી રહ્યા છે, જે રાજ્યમાં સરેરાશ માસિક પગાર રૂ. 18,880થી ક્યાંય વધુ છે. વર્ષ 2024ના પહેલા સાત મહિનામાં રાજ્યના રહેવાસીઓનાં બેન્ક ખાતાઓમાંથી સાયબર ગુનાખોરોએ રૂ. 787.83 કરોડ ઉઠાવી લીધા છે. જેથી સાયબર છેતરપિંડીના મામલે ગુજરાત દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે આવી ગયું છે, એમ સત્તાવાર ડેટા કહે છે.
DGP વિકાસ સહાય આ અપરાધીઓને પકડવા એક મોટો પડકાર માની રહ્યા છે. ખાસ કરીને મોટાં નાણાકીય કૌભાંડોમાં સામેલ અપરાધીઓને. અમે સતત ચોરી કરવામાં આવેલી રકમને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ખાતાઓને ટ્રેક કરવામાં અને ફ્રીઝ કરવામાં વ્યસ્ત છીએ, એમ તેમણે કહ્યું હતું.
અત્યાર સુધી અમે સાયબર ગઠિયાઓને ચોરેલા રૂ. 176.26 કરોડ ફ્રીઝ કર્યા છે અને પીડિતોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. છેલ્લા સાત મહિનાઓમાં રાજ્યમાંથી 77,048 ફરિયાદો મળી છે, જેમાં સાયબર ચોર સરેરાશ પ્રતિ દિન રૂ. 3.75 કરોડ લોકો પાસેથી ઠગી રહ્યા છે.
સાયબર અપરાધીઓને પૈસા ચોરવા માટે નકલી ઓળખ, બ્લેક માટે નગ્ન વિડિયો કોલનો ઉપયોગ, છેતરપિંડીવાળા મૂડીરોકાણમાં ફસાવવું અને છેતરપિંડીવાળી લોન આપવામાં સામેલ કરી રહ્યા છે. તેમના નિશાના પર સિનિયર સિટિઝનો અને પર્યાપ્ત સેવિંગ્સવાળા લોકો હોય છે, એમ રાજ્ય પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.