જાપાનમાં ફરી એકવાર ભૂકંપથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુરુવારે દક્ષિણ જાપાનમાં ફરી 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક શહેરોમાં તેના આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી છે. સુનામી 07:50 GMT વાગ્યે દક્ષિણ જાપાનમાં ત્રાટકે તેવી ધારણા છે. જાપાનના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
આ ભૂકંપના આંચકા જાપાનના મિયાઝાકી વિસ્તારમાં અનુભવાયા હતા. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહીમે, કાગોશિમા અને આઈતામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.