આજના આધુનિક યુગમાં મોટાભાગના દરેકના ઘરે કાર જોવા મળે છે. જેમાં ક્યારેક તો પેટ્રોલની જગ્યાએ ડીઝલ કે ડીઝલની જગ્યાએ પેટ્રોલ ભૂલથી પુરવી લેતા હોય છે, જેના કારણે કાર ખરાબ થઈ શકે છે. માટે પેટ્રોલ કે ડીઝલ પુરાવતા સમયે ધ્યાન રાખવું. જો ભૂલથી પેટ્રોલ કે ડીઝલ પુરાઈ જાય અને તમને ભૂલની ખબર હોય તો તમે ઇગ્નિશન ચાલુ કરીને તમારી કારને બચાવી શકો છો.
જો આવું કઈ થાય તો સૌથી પહેલા સુરક્ષિત સ્થળે ઊભી રાખવી અને પછી કારની કંપનીના હેલ્પ લાઇન નંબર પર ફોન કરવો. RACમાં ફોન કરો છો તો નજીકના સર્વિસ સ્ટેશન પર લઈ જવા અને ફ્યુલ કાઢવામાં મદદ કરે છે. તો ચાલો ભૂલથી ખોટું ફ્યુલ ભરાઈ જાય તો શું કરવું? તેના વિશે માહિતી મેળવીએ.
ડીઝલ કારમાં પેટ્રોલ ભરાવવાની ભૂલ તમારી કારના એન્જિનને નુક્સાન પહોંચાડી શકે છે. આ ભૂલ થાય ત્યારે સર્વિસ સેન્ટરવાળા પેટ્રોલ બહાર કાઢીને ફ્યુલ લાઇનને ફલ્સ કરીને સાફ કરી આપે છે. વધારે પેટ્રોલ ગયું હોય તો ઈંધણ ફિલ્ટરને બદલવાની જરૂર પડી શકે છે. જોકે કારમાં ડીઝલની જગ્યાએ ટાંકીમાં માત્ર 5% જેટલું પેટ્રોલ ભરાઈ જાય તો કંઈ ખાસ નુકસાન થતું નથી. તમે બાકીના ભાગમાં ડીઝલ ભરીને ચલાવી શકો છો.
જો તમારી કારમાં પેટ્રોલના સ્થાને ભૂલથી ડીઝલ ભરી લો છો તો સીમિત નુક્સાન થાય છે, ડીઝલ કરતાં પેટ્રોલ ઘણું શુદ્ધ હોય છે અને એન્જિનના સ્પાર્ક પ્લગમાંથી નીકળતી સ્પાર્કથી ઇગ્નિશન બને છે..
તમારી પેટ્રોલ કારના એન્જિન અને તેની ટાંકીમાં રહેલા ડીઝલ સાથે જ ક્રેક કરી શકીએ જેનાથી સ્પાર્ક પ્લગ અને ફ્યુલ સિસ્ટમ ડીઝલથી બંધ થઈ જશે અને ફ્યુલ ફિલ્ટર ખરાબ થઈ જશે. ત્યાર બાદ એન્જિન મિસફાયર થવાથી કાર ઊભી રહી જશે અને એન્જિનમાંથી ધુમાડા નીકળશે. એટલું થયા પછી ડિઝાલને સાફ કરી શકાય છે.