૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યોને ૧૭૫૦ રૂપિયાની જમવાની ડીશ અને ૭૨૦ રૂપિયાની ચાની ચૂસકી: હેમાંગ રાવલ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર  હેમાંગ રાવલ

કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા.: હેમાંગ રાવલ

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર  હેમાંગ રાવલ અખબારી યાદીમાં જણાવે છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવેલ. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં હાજર રહ્યા હતા.ઉપરોક્ત કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા તેઓના માટે ચા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પેટે કુલ રૂપિયા ૧૧,૧૨,૩૨૫ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા હતા.

જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા માલુમ પડેલ છે કે હકીકતમાં ઉપરોક્ત જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરશ્રીએ તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરશ્રીએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સૂચન કરીને ઉપરોક્ત બિલ ચૂકવવા કહેલ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીં આંખે ઉડીને વળગે તેવી બાબતે છે કે ૧૬ માર્ચ ૨૦૨૪ ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ પેહલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપેલ હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે. અને ચૂંટણી પંચના ખર્ચ હોય તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે, ચૂંટણી પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે? અને મોકલ્યું હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે ?

વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા VVIP ને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષશ્રીએ સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ.પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને પણ આ બિલની નકલ મોકલવામાં આવેલ છે. દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ ભાવિક ભક્તજનોએ આપેલા દાનના નાણાંનો દૂર ઊપયોગ ના કરે તે હવે ગુજરાતની ધર્મપ્રેમી જનતા માગણી કરે છે.

શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇભક્તો તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર ૮૦ ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ ૫૧ શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના વસ્ત્રો અને શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી.કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી.

અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે જો મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓને માટે ૧૭૪૫ રૂપિયાની જમવાની થાળી અને ૩૬૦ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂપિયાથી ચૂકવવામાં આવતું હોય અને માતાજી પોતે ભૂખ્યા રેહતા હોઈ તો ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની પણ પેહલાના સમયની જેમ કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com