ગોધરામાં ચોરી કરનાર યુવકને કારના બોનેટ પર બાંધીને માર માર્યો, બે ની ધરપકડ

Spread the love

ગોધરામાં એક યુવકને કારના બોનેટ પર બાંધીને માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગોધરામાં યુવકને કાર સાથે બાંધી વીડિયો વાયરલ કરવા મામલે પોલીસે ચોરી કરનાર યુવકની ધરપકડ કરી છે.

એક યુવકને ગાડી સાથે ફેરવનાર બે વ્યક્તિઓને પણ હરકત કરવી પડી ભારે છે. ગોધરા પોલીસે ગાડીના બોનેટ ઉપર બાંધનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે. મહત્વનુ છે કે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક યુવકને કારના બોનેટ પર બાંધી ફેરવવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે આ વીડિયો ગોધરાના કંકુથંભલાનો હોવાનું સામે આવી રહ્યું છે. અહીં એક યુવકને કારના બોનેટ પર બાંધી દીધો હતો. આ ઘટનાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ આ મામલે તપાસ કરીને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ જે યુવકને કારના બોનેટ પર બાંધવામાં આવ્યો હતો તેની સામે પણ કેસ કરવામાં આવ્યો છે.

આ વીડિયો વાયરલ થવાના કારણે અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, એક યુવક જંતુનાશક અને ખાદ્યપદાર્થોની દુકાનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. પહેલા દુકાનદારે યુવક સાથે મારપીટ કરી હતી અને પછી પોતાના સાથીદારો સાથે મળીને યુવકને કારના બોનેટ પર બાંધી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન પર અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com