ગાંધીનગરના હોક્કો રેસ્ટોરન્ટમાં પુલાવમાંથી ગરોળી કે ઉંદરનું મળ પીરસવામાં આવ્યું

Spread the love

હોટેલના જમવામાંથી અખાદ્ય પદાર્થ નીકળવાનો સિલસિલો અટકી રહ્યો નથી. હવે આ બનાવ રાજ્યની રાજધાની સુધી પહોંચી ગયો છે. રાજધાનીમાં આવેલી હોક્કો રેસ્ટોરન્ટમાં થઈ હતી. પુલાવમાંથી ગરોળી કે ઉંદરનું મળ પદાર્થ નીકળ્યું હતું.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ હવે આરોગ્ય સાથે રમત સામાન્ય થઇ ગઈ લાગે છે. કોબાથી રીંગ રોડ હાઇવે પર PDPU સર્કલ પાસે આપેલી હોક્કો (HOCCO) શોપ, જ્યાં મોંઘા ભાવના ભોજનની સાથે ગરોળીનો મળ પદાર્થ પીરસાઇ રહ્યો છે.

હોંશે હોંશે આવેલા ગ્રાહકે ઉતરેલા મોઢે આ અંગે રજૂઆત કરી તો હોક્કોના સ્ટાફ દ્વારા આ મુદ્દે ભૂલ સ્વીકારીને માફી માંગવામાં આવી અને મફતમાં જમવા આપવાની વાત કરવામાં આવી હતી.

ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલ હોક્કો રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલ પુલાવમાંથી અખાદ્ય પદાર્થ મળી આવ્યો છે. પુલાવમાં ગરોળી કે ઉંદરનું મળ પીરસવામાં આવ્યા હોવાની ગ્રાહકે ફરિયાદ કરી હતી.

ગ્રાહક દ્વારા સબ્જી મંગાવવામાં આવેલ જેમાં પણ ગ્રેવીમાં ગંદકી જોવા મળી હતી. શોપના સ્ટાફ દ્વારા આ ઘટના બાદ ફૂલ પેટ મફતમાં જમણવારની ઓફરોની સાથે માફીનો તાયફો પણ થયો હતો. પરંતુ હકીકત એ છે કે પીડીપીયુ સર્કલ પાસે આવેલી આ હોક્કો શોપમાં ઉંદર કે ગરોળીના મળ પદાર્થ જેવી વસ્તુ ભોજન સાથે પીરસાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં નહીં આવતા હોવાનું બહાર આવ્યું છે. તંત્રની નબળી કામગીરીના લીધે જ રાજ્યના વિવિધ શહેરોમાં ભોજનમાંથી અખાદ્ય પદાર્થ મળી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com