દેશમાં કોરોના પ્રકોપમાં શાળાઓ, કોલેજો, થી લઈને તમામ બંધ હોવાથી લોકો માનસિક રોગોથી વધારે પીડીતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે શાળા બંધ હોવાથી બાળકો ધર્મ પુરાઈ રહેવાથી તેમના માનસિક અવસ્થા ઉપર ભારે અસર પડી છે. ત્યારે હેલ્થી રમતો ભુલાઈ ગઈ છે, અને આંગણીના તેરવાની રમતો રમતા બાળકો માનસિક બીમારીના ભોફ બની રહ્યા છે. ત્યારે વાલીઓ પણ સ્કૂલો બંધ હોવાથી ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે સંતાન ઘરમાં રહીને ઉદાસ વધારે અને ખુશ ઓછા રહ્યા છે. ત્યારે બાળકોમાં કોરોનાનું સંકટ ઓછું છે. આ સમયે ઘણા બાળકો તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાળકો બાળપણથી જ પોઝિટિવ વાતાવરણમાં રહ્યા છે, તેમના સામે આ સમય કોરોના સંકટ એક ભયંકર નકારાત્મક ધટના છે. આવી ધટનાઓ હમેશાં બાળકોમાં તણાવનું કારણ બને છે.
આ સમયે જ્યારે સ્કૂલો બંધ છે, બાળકોમાં ઘરમાં બંધ છે. આવા સમયમાં તેમના મગજમાં અનેક પ્રકારની ધારણાઓ ઉભી થાય છે. માતાપિતાએ પણ જોવા મળી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તણાવપૂર્ણ ઘટનાઓ જોવા અને સાંભળવાના કારણે બાળકોમાં તણાવ વધી રહ્યો છે. તેમના પર નજર રાખવી જોઈએ. તણાવના કારણે હોર્મોન્સમાં ફેરફાર થાય છે. કેટલાક બાળકોમાં ડેઈલી રૂટિનમાં પરિવર્તન થતાં તેની અસર ઉપરાંત અત્યારે કોઈ નિત્યક્રમ નથી, માતા-પિતા નોકરી ગુમાવી રહ્યા છે અને આર્થિક સંકટ પણ છે. પરિવારમાં કોઈ સભ્યની બીમારી અથવા મૃત્યુ થવાથી બાળકોને પણ આઘાત લાગે છે. મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકળાઈ ગયું છે ભણવું તો પણ મોબાઈલ અને રમવું તો પણ મોબાઈલ ત્યારે બાળકને સ્કીનની દુનિયા માંથી બહાર કાઢવું જરૂરી છે.