રાજયમાં કોરોનાના કારણે હજારોનો આંકડો મૃત્યુનો આવી ગયો છે. ત્યારે કોરોનાથી નવા રોગો ઉદ્દભવી રહ્યા છે. વિદેશમાં અનેક સ્થિતિ વિકટ બની છે. ત્યારે રાજકોટ જેવા શહેરમાં નવા લક્ષણો સાથે નવા રોગોએ દેખા દીધી છે. ત્યારે શરદી, ખાંસી, તાવ જેવા નાના લક્ષણો બાદ ચામડીના રોગોમાં પણ હવે કોરોનાનું જોખમ વધુ રહ્યું છે. ત્યારે તમામ રોગોમાં કોરોના પ્રથમ હોવાનું તારણ ચાલી રહ્યું છે. બ્રિટન સહિત દેશોમાં કોરોનાના નવા સ્વરૂપની ઓળખ થયા પછી દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એ દરમિયાન સંશોધકોએ ન્યૂ સ્ટ્રેઈનના જેનેટિક કોડમાં ૨૩ પરિવર્તનો નોંધ્યા છે. ૨૩માંથી ૬ જેનેટિક કોડના ફેરફારો સાધારણ કક્ષાના છે, પરંતુ તે સિવાયના ૧૭ સ્વરૂપો અસરકારક હોવાથી તેના ગંભીર પરિણામો આવી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.
સંશોધકોએ વિગતવાર ડેટાનો અભ્યાસ કરીને એવું પણ શોધી કાઢ્યું છે કે કોરોનાના સ્વરૂપમાં સૌથી પહેલો ફેરફાર સપ્ટેમ્બરમાં જ બ્રિટનના કેંટ પ્રાંતમાં નોંધાયો હતો. બીજું સ્વરુપ દક્ષિણ આફ્રિકામાં નોંધાયું હતું. નવેમ્બરમાં કોરોના સંકમણ વધ્યું તે વખતે વધારે તપાસ કરતાં પ્રથમ વખત સ્વરૂપમાં બદલાવ થયાનું જણાયું હતું. તે પછી બાકીના સ્વરૂપો ડિસેમ્બરમાં જોવા મળ્યા હતા.
સંશોધકોએ નવા સ્વરૂપના સાત લક્ષણો પણ ઓળખી કાઢ્યા છે. જેમાં મોટાભાગે તો કોરોનામાં જ જોવા મળતાં લક્ષણો છે. તાવ, ઉધરસ, થાક, માથાનો દુઃખાવો, ઝાડા, મસલ્સમાં દુઃખાવો અને ચામડીમાં ચકામા પડી જાય તો નવા સ્વરૂપનો કોરોના હોઈ શકે છે. બ્રિટન સહિત દુનિયાભરના સંશોધકો કોરોના વાયરસના નવા સ્વરૂપનો તોડ મેળવવાની મથામણમાં પડયા છે. ઘણાં વિજ્ઞાનીઓએ કોરોના વાયરસમાં વારંવાર સ્વરૂપો ન બદલે તે માટેના પ્રયાસોની દિશા પણ ખોજવાની શરુ કરી છે.