શાતિર ચેક ચોરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવાયો, જાણો ચોરીની કરામત

Spread the love

અત્યાર સુધી તમે બેંકમાંથી ગ્રાહકો પાસેથી રોકડ રકમની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરાર થવાના કિસ્સાઓ સાંભળ્યા હશે. હવે બેંકમાં ચેક પણ જમા કરવવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો. કારણ કે હવે બેંકમાં જમા કરવામાં આવેલ ચેક પણ સલામત નથી. વાપી જીઆઇડીસી પોલીસે એક એવા ચેક ચોરને ઝડપ્યો છે. જેણે અનેક બેંકોમાંથી લાખો રૂપિયાના ચેકની ચોરી કરી અને બારોબાર રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જતો હતો.

આ શાતિર ચેક ચોરની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. ત્યારે કોણ છે આ ચેક ચોર અને કેવી રીતે ચેકની ચોરી કરતો હતો? આવો જોઈએ શું છે સમગ્ર મામલો?

વાપીમાં આવેલી બેંકોમાંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાના ચેકની ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી હતી. વાપી જીઆઇડીસીમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી 4 લાખ અને 1 લાખ સહિતની કિંમતના ચેકોની ચોરી થઈ હતી. ત્યારબાદ એક્સિસ બેન્કમાંથી પણ કોઈ અજાણ્યો ઇસમ લાખોના ચેકની ચોરી કરી ગયો હોવાનું પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ પહોંચી હતી.

બેંકમાંથી ચેકની ચોરી થયા બાદ ચોરી કરેલા ચેકના બદલામાં રોકડા રૂપિયા ઉપાડીને રોકડી કરી લેવામાં આવતા હતા. એક પછી એક બેંકોમાંથી લાખોના ચેકની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે જિલ્લાની બેંકમાંથી ચેકની ચોરી કરી અને બારોબાર રોકડી કરી તરખાટ મચાવતા આ ચેક ચોરને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા.

જિલ્લાની બેંકોમાંથી લાખો રૂપિયાના ચેકની ચોરી કરી રોકડી કરી તરખાટ મચાવતા આ ચેક ચોરને ઝડપવા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. કેસની તપાસ માટે જિલ્લા પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની બેન્કોને પણ જાણ કરી હતી. તપાસ દરમિયાન એક બેંકમાંથી આવો જ વ્યક્તિ ચેકના બદલે નાણાંની રોકડી કરી કરવા આવ્યો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

ઝડપાયેલો આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે. જે પાલઘરથી સ્પેશિયલ ગાડી ભાડે કરી અને વાપી અને વલસાડ જિલ્લાની વિવિધ બેન્કોમાં જતો હતો. ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી તે બેંકોમાંથી ચેકની ચોરી કરી અને બેંકની અન્ય બ્રાન્ચોમાંથી રોકડ રકમ ઉપાડી અને ચેકની રોકડી કરી લેતો હોવાનું બહાર આવ્યું હતું.

આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા વિવિધ બેન્કોમાં જતો હતો. ક્યારેક તે બેંકના ચેક જમા કરાવવાના કાઉન્ટર પર પાસે જઈ અને કોઈને કોઈ બહાને કર્મચારીઓની નજર ચૂકવી અને ચેકોની ચોરી કરતો હતો. સાથે જ બેંકમાં ચેકના ડ્રોપ બોક્સમાં કોઈ ગ્રાહક ચેક જમા કરવામાં આવે તો ચેક જમા કરતી વખતે ગ્રાહક ચેકની સ્લીપ ભરતી વખતે તે ચેકની વિગતો જાણી લેતો હતો. અને ગ્રાહક ચેક નાખી અને બેંકમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી બેન્ક કર્મીઓ પાસે જઈ અને પોતે ભૂલથી ચેક ડ્રોપ બોક્ષમાં નાખાઈ ગયો હોવાનું ખોટું બોલીને બોક્ષમાંથી ચેક પરત લઈ લેતો હતો.

ત્યારબાદ એક સોફ્ટવેરની મદદથી તે ચેકમાં રહેલા નામ સાથે પોતાના ફોટા સાથેના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી અને બેંકની અન્ય બ્રાન્ચમાંથી તે ખોટા ઓળખકાર્ડ બતાવી અને ચેકની રોકડી કરી લેતો હોવાનું બહાર આવ્યું હતું. આ ચેક ચોરની તપાસમાં અત્યાર સુધી વલસાડ જિલ્લા ઉપરાંત છેક ભરૂચ અને અંકલેશ્વરની બેંકોમાં પણ આરોપીએ આવી કરામત આચરી હોવાનું બહાર આવ્યું છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી પોલીસે આ ચેક ચોરે આચરેલા ત્રણથી વધુ છેતરપિંડીના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી હવે પોલીસ રિમાન્ડ હેઠળ છે. આથી આગામી સમયમાં હજુ પણ આરોપીએ આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com