હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેવામાં રાજ્યમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ આ પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડી તેમની પર કડક કાર્યવાહી કરી છે.
તેવામાં વડોદરામાં પણ ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ ઢોળાવવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જાણકારી મુજબ ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુબઈ હતી જેને લઈને મંડળો દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ આરંભી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ આરોપીએ આ સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગણેશ ચતુર્થીના શહેરમાં ધામધૂમથી ગણેશજીની મૂર્તિઓનો ભક્તિ ભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે ગતરોજ શહેર દાંડિયા બજાર રણછોડ યુવક મંડળના યુવકોએ સવારે 10:00- 10:30 વાગે જ્યારે પંડાલોનો પડદો હટાવ્યો ત્યારે તેઓને ખ્યાલ આવ્યું કે સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ખંડિત થઈ છે માટીની મૂર્તિ હોવાથી તેની પુનઃ સ્થાપના થઈ શકે તેમ ન હતી આ બનાવ વાયુવેગે વિસ્તારમાં ફેલાતા સ્થાનિક મ્યુન્સિપલ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખે ઘટના સ્થળે દોડી આવ્યા મુખ્ય મૂર્તિ ખંડિત થઈ હતી જ્યારે સ્થાપનાની મૂર્તિ તેના મૂળ સ્થાનેથી હટાવી દેવામાં આવી હતી અને આરતીની થાળમાં મુકેલા ભેટના પૈસા પણ જોવા મળ્યા ન હતા ત્યારે, થોડા જ અંતર ઉપર આવેલા શ્રી પ્રગતિ યુવક મંડળની મૂર્તિ પણ ખંડિત થઈ હતી ભગવાનને ચડાવેલી માળા અને પૈસાની ચોરી થઈ હતી તેમ જાણવા મળી રહ્યું હતું તેઓ જ કિસ્સો ખાડિયા પોળમાં મૂર્તિને સૂંઢને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યાંથી ડમરૂની ચોરી થઈ હતી.ત્રણેય યુવક મંડળની મૂર્તિ ખંડિત તથા લોકોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે નજીકમાં ફીટ કરાયેલા સીસીટીવી કેમેરામાં જોતા વહેલી સવારે એક ઈસમ આવતો જોવા મળી રહ્યો છે આ શખ્સની હાજરી ત્રણેય યુવક મંડળમાં જોવા મળી રહી હતી તેને પૈસાની લાલચમાં ત્રણેય યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત કરી તેમ જ સ્થાપનાની મૂર્તિ મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો.
ત્યારે ચોરીના ઇરાદે આવેલા આ ઈ સામે આકૃત્ય કર્યું હોવાનું કબુલાત પોલીસ સમક્ષ કરી હતી ત્રણેય પંડાલમાંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી હતી તેમજ મુદ્દો માલ પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, 18 વર્ષનો આ યુવાન માતા-પિતાના હોવાથી પોતાના દાદી સાથે રહે છે અને અગાઉ રેલવે પોલીસમાં તેનો ગુનાહિત ઇતિહાસ નોંધાયો છે, સીસીટીવી ના આધારે આરોપીનો ચહેરો ઓળખી હ્યુમન ઇન્ટેલિજન્સી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી કૃણાલ વિનોદભાઈ ગોદડીયા જેનું રહેઠાણ ગોળ નવાપુરા છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેને ચોરીના ઈરાદે ગણેશ ભંડારોમાં ગયો હતો જેને ખ્યાલ હતો કે યુવકો આરતીમાં આવેલા છૂટા પૈસા મૂર્તિઓ નીચે રાખતા હોય છે જેથી પૈસા કાઢવાના ઇરાદે મૂર્તિ હટાવવાની કોશિશ કરતા મૂર્તિઓ ખંડિત થઈ હતી આરોપીય ત્રણેય ભંડારો માંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી હોવાનું જણાવ્યું છે તેમ ACP સી ડિવિઝનના અશોક રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.