મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વ માં ત્રણ વર્ષમાં ટી.પી./ડી.પી મંજૂરીની ત્રેવડી સદી પૂર્ણ કરવાની આગવી સિદ્ધિ

Spread the love


મુખ્યમંત્રી વિજય રૂપાણી એ 2020 ના વર્ષમાં 100 જેટલી ટી.પી ને મંજૂરીઓ આપી ને સતત ત્રીજા વર્ષે પણ ટી.પી ની મંજૂરીની સદી પાર કરી છે. મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક સામાજિક રીતે નબળા વર્ગો માટે આવાસ નિર્માણ,જાહેર સુવિધાઓ તેમજ આંતર માળખાકીય સવલતો માટે સત્તા તંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના પારદર્શી અને નિર્ણાયક અભિગમ સાથે આ અગાઉ 2018 અને 2019 ના વર્ષોમાં સતત 100 100 ટી.પી ની મંજૂરીઓ ની સિદ્ધિ મેળવેલી છે. વિજય રુપાણીએ કોરોનાકાળમાં પણ જન જીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યુ નોર્મલ નવી જીવન શૈલી થકી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે આ વર્ષે ડિસેમ્બર મહિના માં છેલ્લા ૧૮ દિવસોમાં ૪૪ ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી ઝડપી અને ત્વરિત કાર્ય પ્રણાલી નો પરિચય આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આવેલી અડચણો બાવજુદ પણ વિકાસ કામોની ૨૦-૨૦ ની રફતાર જાળવી રાખી ટી.પી.મંજુરીનું શતક ફરી એક વાર સતત ત્રીજા વર્ષે પણ પાર કર્યું છે.

તેમણે ત્રણ વર્ષમાં કુલ ૩૦૦થી વધુ ટી.પી./ડી.પી મંજુર કરી રાજ્યના નગરો મહા નગરો ના નવતર આયોજન કાર્યોને અભૂતપૂર્વ ગતિ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં ગત ત્રીજી ડિસેમ્બરના રોજ ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) ૨.૦ ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી./ડી.પી મંજુરીમાં સદીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તે ફળીભૂત થયો છે.
આ વર્ષે ટી.પી.ની સદીમાં ૩૦ ડ્રાફ્ટ, ૧૯ પ્રિલીમનરી અને ૫૧ ફાઈનલ ટી.પી. નો સમાવેશ થાય છે.
ઉપરાંત મુખ્યમંત્રીશ્રી એ ચાલુ વર્ષે ૨૦૨૦માં કુલ ૧૧ શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે.
ગુજરાત રાજ્ય શહેરી વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શહેરોના આયોજન માટે સરકાર દ્વારા ખૂબ જ ઝડપી નિર્ણયો લેવાયા છે.
તેથી નાગરિકલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટેની કામગીરીમાં અકલ્પનીય ગતિશીલતા આવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ત્વરિત નિર્ણાયક નેતૃત્વ નો પરિચય આપતાં વિકાસના કામ માટે એક પળનો પણ વિલંબ કર્યા વિના મંજૂરી આપવાની કાર્યરીતી અપનાવી છે.
મુખ્યમંત્રીશ્રી એ સંલગ્ન અધિકારીઓને પણ નાગરિકલક્ષી અભિગમ અપનાવવા સ્પષ્ટ સુચના આપેલ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરોમાં આંતરમાળખાકીય સવલતો જેવી કે બ્રિજ, રસ્તા કે ફાયર સર્વિસથી લઇ ડી.પી./ટી.પી. માટેના દરેક પ્રશ્નો માટે જરૂર જણાય ત્યાં ત્વરીત નિષ્ણાંતો, અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરી-બેઠકો યોજી નિર્ણય લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના લોકોને વિકાસ પરવાનગી માટે કચેરીના ધક્કા ન ખાવા પડે અને પોતાના ઘેર બેસી ૨૪ કલાકમાં જ અધિકૃત નકશા અને રજા ચિઠ્ઠી મળે તેવી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) ૨.૦ પણ લોન્ચ કરી છે.
આ જ વિકાસલક્ષી અભિગમના અનુસંધાને રાજ્ય સરકારે ૨૦૨૦ ના વર્ષમા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સહિત અન્ય નાના નગરોની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્રણ તબક્કામાં હોય છે તેમાં ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલ એમ ત્રણેય તબક્કાઓ અતિ મહત્વના હોય છે.

રાજ્યના મોટા શહેરો કે જ્યાં જમીનોના ભાવ વધુ હોય છે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનવાથી સુઆયોજિત વિકાસ સાથે જમીનોનું પુનઃબંધારણ, બાંધકામ સચોટ રીતે થતાં વધુ એફ.એસ.આઈ. વપરાવાથી મકાનો એફોર્ડેબલ બની શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજુર થયા પછી તુરંત જ રોડ રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ શકે છે. જ્યારે પ્રારંભિક મંજૂરી મળવાથી પ્લાનના પૂર્ણ અમલીકરણ સાથે સત્તામંડળને પ્લોટોનો કબજો પ્રાપ્ત થાય છે. તો ફાઈનલ ટી.પી. મંજૂર થવાથી એરિયા બેટરમેન્ટ અને જમીનના આર્થિક વળતર મળે છે.
મુખ્યમંત્રીશ્રીએ સુઆયોજિત નગર વિકાસ ના ત્રણ તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલને મહત્વ આપતા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૦૮ ડ્રાફ્ટ સ્કીમ્સ, ૮૫ પ્રિલીમીનરી તથા ૧૦૭ ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીશ્રી એ વર્ષ ૨૦૨૦માં ૫૧ ફાઈનલ ટી.પી.ને મંજૂરી આપી છે તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી તેને તેમણે ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઈનલ ટી.પી.ને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જે ઝડપથી સ્કીમોને મંજૂરી આપી છે તે જ ઝડપથી આનુષાંગિક કામો થાય તેવી સ્પષ્ટ સૂચના શહેરી વિકાસ અને ટાઉન પ્લાનીંગ ઓથોરિટીને આપી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મંજૂર કરાયેલી વિકાસ યોજનાઓમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, ડ્રેનેજ, પાણીની સુવિધા અને સ્ટ્રીટલાઈટ વગેરે પૂરી પાડવા માટે સંબંધિત સત્તામંડળ દ્વારા અધિનિયમની જોગવાઈ હેઠળ નગર રચના બનાવવામાં આવે છે. જે રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા બાદ સત્તા મંડળ રસ્તાઓની સુવિધા પૂરી પાડી શકે છે.
ડ્રાફ્ટ સ્કીમની મંજૂરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથોસાથ આંતરમાળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
પ્રારંભિક નગર રચના યોજના મંજૂર થયા બાદ સત્તામંડળને જાહેર સુવિધા માટે પ્રાપ્ત થતા પ્લોટ અને સત્તા મંડળ કબજો મેળવી વિકાસ કરી શકે છે.
મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો ધરાવે છે અને અનેક વ્યસ્તતા વચ્ચે પણ શહેરી વિકાસમાં ડી.પી./ટી.પી.ની સચોટ નિર્ણય શક્તિ સાથે મંજૂરી આપી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કેટલાક કિસ્સામાં તો વિભાગ દ્વારા તેઓ સમક્ષ રજૂ કરાયેલી ડી.પી./ટી.પી.ને તે જ દિવસે મંજૂરી આપી આગવી કાર્યદક્ષતાનો પરીચય કરાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ વિભાગમાં નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે નાગરિકલક્ષી હકારાત્મક અભિગમથી ત્વરીત કામગીરીની અધિકારીઓને તાકીદ કરી છે. જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષમાં કુલ ૧૧૧ જેટલી ડી.પી. /ટી.પી.ને મંજૂરી આપી ખરા અર્થમાં પ્રજાભિમુખ કામગીરીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com