શિવસેના (UBT) હવે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે. પાર્ટીના સીનિયર નેતા સંજય રાઉતે CJIને શિવસેના સાથે જોડાયેલા કેસથી અલગ થવાની સલાહ પણ આપી છે. રાઉતે સવાલ એવા સમયે ઉઠાવ્યા છે જ્યારે એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી CJIના ઘરે પહોંચ્યા હતા અને ગણેશ પૂજામાં સામેલ થયા હતા. આ સિવાય કેટલાક વકીલોએ પણ આ ઘટનાને લઇને સવાલ ઉઠાવ્યા છે.
પીએમ મોદીએ ગણેશ પૂજામાં સામેલ થવાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યુ, ‘CJI ડીવાય ચંદ્રચુડજીના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયો. ભગવાન શ્રી ગણેશ આપણા બધાને સુખ, સમૃદ્ધિ અને અદભુત સ્વાસ્થ્ય પ્રદાન કરે.’
સંજય રાઉતે પીએમ મોદીના CJIના ઘરે જવા પર સવાલ ઉઠાવ્યા છે. રીપોર્ટ અનુસાર, સંજય રાઉતે કહ્યું, ‘જુઓ, આ ગણપતિજીનો તહેવાર છે. વડાપ્રધાન અત્યાર સુધી કેટલા લોકોના ઘરે ગયા છે? મને જાણકારી નથી. દિલ્હીમાં કેટલાક સ્થળો પર ગણેશનો તહેવાર મનાવવામાં આવે છે પરંતુ વડાપ્રધાન ચીફ જસ્ટિસના ઘરે ગયા અને વડાપ્રધાન અને મુખ્ય ચીફ જસ્ટિસ સાથે મળીને આરતી ઉતારી’.
શિવસેના (UBT)ના નેતાએ વધુમાં કહ્યું, ‘ભગવાન વિશે આપણે એટલું જાણીયે છીએ કે બંધારણના રક્ષક આ રીતે રાજકારણીઓને મળશે તો લોકોને શક થશે.’ સંજય રાઉતે કહ્યું કે એક કેસમાં પાર્ટી વડાપ્રધાનને ચીફ જસ્ટિસ સાથે આટલી નજીકથી વાત ન કરવી જોઇએ. છેલ્લા ત્રણ વર્ષથી એક પછી એક તારીખો આપવામાં આવી રહી છે.ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાને તોડવા પર સવાલ ઉઠાવ્યા છે.
એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ પીએમ મોદીના CJIના ઘરે જવા પર સવાલ ઉઠાવ્યા છે. પ્રશાંત ભૂષણે કહ્યું, ‘આ આશ્ચર્યજનક છે કે CJI ચંદ્રચુડે મોદીને તેમના ઘરે વ્યક્તિગત મુલાકાત માટે આવવાની મંજૂરી આપી. આ ન્યાયતંત્ર માટે ખરાબ સંકેત છે. ન્યાયતંત્ર, જે કાર્યપાલિકાથી નાગરિકોના અધિકારોની સુરક્ષાની જવાબદાર છે અને આ સુનિશ્ચિત કરે છે કે સરકાર બંધારણના દાયરામાં રહીને કામ કરે. આ કારણ છે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકામાં અંતર હોવું જોઇએ.
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, ‘ગણેશ પૂજામાં સામેલ થવું કોઇ ગુનો નથી. શુભ સમારંભ, લગ્ન, કાર્યક્રમમાં કેટલીક વખત ચીફ જસ્ટિસ અને રાજનેતા સ્ટેજ શેર કરે છે પરંતુ જો વડાપ્રધાન CJIના ઘરે સામેલ થાય છે તો ઉદ્ધવ સેનાના સાંસદ CJI અને સુપ્રીમ કોર્ટની અખંડતા પર સવાલ ઉઠાવે છે. કોંગ્રેસ ઇકોસિસ્ટમ સુપ્રીમ કોર્ટ પર આવા હુમલા કરે છે જેવા રાહુલ ગાંધી પહેલા કરતા હતા. આ ન્યાયાલયની શરમજનક અવગણના અને ન્યાયપાલિકાનું અપમાન છે.’