ગાંધીનગર એક તરફ સ્માર્ટ સીટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે પાટનગરમાં નાના મોટા વેપારી તેમજ બિલ્ડર્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરમાં આડેધડ જાહેરાતના હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવી દઈ પોતાના ધંધાની મફતમાં પબ્લિસિટી કરવાનું ચલણ વધી રહ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને મનપા તિજોરીને પણ આવક થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઉટડોર પબ્લિસિટી પોલિસી લાવવામાં આવશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ નવા તળાવ-બગીચા બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનાં આવતીકાલે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ગાંધીનગર એક તરફ સ્માર્ટ સીટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે પાટનગરમાં નાના મોટા વેપારી તેમજ બિલ્ડર્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરમાં આડેધડ જાહેરાતના હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવી દઈ પોતાના ધંધાની મફતમાં પબ્લિસિટી કરવાનું ચલણ વધી રહ્યું છે. કેટલીય જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ આ હોર્ડિંગ્સ અને બેનર્સ ઉભા કરી દેવામાં આવી રહ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે મનપા દ્વારા આઉટડોર પબ્લિસિટી પોલિસી લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આવતીકાલે શુક્રવારે નવા હોદ્દેદારોની વરણી બાદ પહેલી વાર 38 વિષય પર વિચારણા માટે સ્થાયી સમિતીની બેઠક મળી રહી છે. આ બેઠકમાં આઉટડોર પબ્લિસિટી પોલિસીની વિગતે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત નવા ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ નવા તળાવ-બગીચા બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા નિર્ણય લેવામાં આવશે. જો કે ગાંધીનગરમાં સેકટર-1 અને સરગાસણ ખાતે વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યા હતા.
સેકટર-1ના તળાવનું નિર્માણ પાટનગર યોજના વિભાગ દ્વારા
થયું હતું અને બાદમાં કોર્પોરેશન તંત્રને આ તળાવ સોંપાયુ
હતું. સરગાસણમાં સ્મશાન નજીક આવેલું તળાવ ગુડાએ
બનાવ્યું હતું અને બાદમાં મનપાને સોંપાયું હતું. આ બંને
તળાવનું નિર્માણ થયું તે સમયથી તેમાં પાણી ટકતું નથી.
ચોમાસામાં આ તળાવોમાં થોડા દિવસ માટે પાણી ભરાય છે.
પરંતુ ત્યારબાદ તે ખાલી જ રહે છે. ત્યારે હવે મનપા તંત્ર
દ્વારા રાયસણ, અંબાપુર, કુડાસણ ખાતે નવીન તળાવ-ગાર્ડન
બનાવવાનું આયોજન થયું છે. આ અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ
ધરીને કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
જેમાં રાયસણના પંચેશ્વર મંદિર નજીક તળાવના નિર્માણ માટે રૂ.2.62 કરોડ, અંબાપુરમાં તળાવ-ગાર્ડન વિકસાવી પાંચ વર્ષ સુધી મેન્ટેઈન રાખવા માટે રૂ.4.97 કરોડ અને કુડાસણમાં ગામતળના તળાવનું નવીનીકરણ કરી ગાર્ડન બનાવવા માટે રૂ.14.66 કરોડના ટેન્ડરને મંજૂરી આવા નિર્ણય લેવામાં આવશે. જ્યારે 22 કરોડમાં છ બગીચાનું નવીનીકરણ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સેકટર-1, 4, 19, 20, 22 અને 27 ખાતે બગીચાઓના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં અંદાજિત કિંમત કરતાં 24.50 ઊંચા ભાવ એલ-1 આવ્યા હતા. સામાન્ય રીતે 20 ટકાથી વધારે ઊંચા ભાવ હોય તો નવેસરથી ટેન્ડર કરવામાં આવતા હોય છે. પરંતુ ઝડપથી વિકાસ કરવાના હેતુથી તંત્ર દ્વારા રૂ.22.07 કરોડના ખર્ચે એજન્સીને છ બગીચાના નવીનીકરણની કામગીરી સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.