લગ્નના દિવસે વર-કન્યાનો ઉત્સાહ આસમાને હોય છે. બંને ઈચ્છે છે કે તેમનો દિવસ યાદગાર બને. પરંતુ જો આ ખાસ દિવસે જો કોઈ મુશ્કેલી માથે પડી જાય તો આખો મૂડ ખરાબ થઈ જાય છે. આવું જ એક દુલ્હન સાથે પણ થયું. તે તેના વરની રાહ જોઈને સજીધજીને તૈયાર બેઠી હતી. પણ વરરાજા પધાર્યા જ નહીં. પછી દુલ્હને ફોન કરીને વરરાજાની એવી ક્લાસ લગાવી દીધી, સાંભળનારા સાંભળતા જ રહી ગયા.
https://www.instagram.com/reel/C_z15z9s0oh/?igsh=aGYxOGh0dDh6OWpp
જો કે, આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. આજકાલ આવા ઘણા ફની વીડિયો ઘણા બની રહ્યા છે. તેને જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતી પણ એક્ટિંગ કરી રહી છે. પણ વીડિયો જોયા પછી તમે ચોક્કસ પેટ પકડીને હસવા લાગશો.
ઇન્સ્ટાગ્રામ યુઝર સુનંદા શર્મા (@sunanda_ss) એક કન્ટેન્ટ ક્રિએટર છે જેને સોશિયલ મીડિયા પર 87 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે પંજાબી કલ્ચરને લગતા ફની વીડિયો બનાવે છે. હાલમાં જ તેણે એક ફની વીડિયો બનાવ્યો છે જેમાં તે દુલ્હનના વેશમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે પંજાબી દુલ્હન તરીકે લગ્ન માટે તૈયાર થઈ રહી છે પરંતુ તેનો વર હજુ જાન લઈને આવ્યો નથી.