જનસત્તા દલ લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશમાં રાજા ભૈયા તરીકે ઓળખ ધરાવતા રઘુરાજ પ્રતાપ સિંહ બન્યા રાજકોટના મહેમાન છે. સૌરાષ્ટ્ર કચ્છના ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓના સત્કાર સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમમાં તેમણે વકફ બોર્ડ સહિતના મુદ્દે નિવેદન આપ્યું. સુરતમાં ગણેશ પંડાલમાં થયેલ પથ્થરમારા બાબતે પણ મુસ્લિમ સમાજની ટિકા કરી.
રાજાભૈયાએ સત્કાર સમારંભમાં નિવેદન કરતા જણાવ્યું હતું કે, આપણે માતૃ શક્તિને વંદન કરવું હોય તો તે છે માતા જીજાબાઈ. સ્વતંત્ર હિન્દની સ્થાપના કરનાર શિવાજી મહારાજને રસ્તો બતાવનાર અને તેમનો ઉછેર કરનાર મા જીજાબાઈ. તો આજની માતાઓની ભૂમિકા સમાપ્ત થઈ નથી. આજે આપણો દેશ કઠીન સમયથી પસાર થઈ રહ્યો છે. લડાઈનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે આપણા દેશમાં જ રાષ્ટ્ર વિરોધી તત્વો છે જે આપણી સભ્યતાને સંસ્કૃતિને સમાપ્ત કરવા માંગે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોઈ દેશમાં વકફ બોર્ડ નથી. આ બોર્ડ માત્ર ભારતમાં છે. વકફ બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમનો નિર્ણય વક્તની અદાલત જ કરશે. અહીંયા લોક અદાલત, જિલ્લા અદાલતની સીમાઓ સમાપ્ત થઈ જાય છે. વકફ બોર્ડ જો નક્કી કરે છે કે આ સંપતિ તેમની છે અને તમને નોટિસ આપે છે અને જો તમે 1 વર્ષમાં કોઈ જવાબ આપતા નથી તો વકફ બોર્ડ તમારી સંપતિને વકફના નામે કરે છે. અત્યારે વકફના નિયમો અંગે વોટીંગ કરાવવામાં આવે છે તો આપણે આ અંગે જાગૃત રહેવું પડશે. અત્યારે આપણા નેતા વકફ બોર્ડને દૂર કરવાના નિર્ણય લઈ રહ્યા છે તો આપણી પણ જવાબદારી થાય છે કે આ મુહિમમાં આપણે સહભાગી થઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુ સમાજના લોકો ક્યારે એવું નથી કહેતા કે, અમે મુસ્લિમ સમાજના લોકો સાથે ન રહી શકીએ. મુસ્લિમોએ કહ્યું, અમે હિન્દુ લોકો સાથે ન રહી શકીએ. અલગ મુસ્લિમ રાષ્ટ્ર જોઈએ. પૂર્વ પશ્ચિમી પાકિસ્તાન બન્યું એ સમયે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તે જરૂરી પણ હતી. આ ચિંતા સરદાર વલ્લભભાઈ પટેલએ કરી હતી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ માટે હતી. સોમનાથનું ઉદાહરણ તો જૂનું થઇ ગયું થોડા સમય પહેલા અક્ષરમંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. બધાને યાદ હશે અને નવું તાજું ઉદાહરણ સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો. આપણે આપણા દેવની આરાધના કરતા હતા, કોઈનું અપમાન ન હતું કર્યું. વૈષ્ણોદેવી દર્શન કરવા ભક્તો જતા હતા, ત્યાં ગોળીબારી કરી મારવામાં આવ્યા. ભારતને ખતમ કરવાનો એજન્ડા છે, એમનો હિન્દુ ક્યારે પણ કોઈનો વિરોધ ન કરે બધા ધર્મ બધી માન્યતાને સન્માન આપે છે હિન્દુ. પણ હવે આપણા અસ્તિત્વની વાત આવે તો આપણે બધાએ એક થઇ આગળ આવવું જરૂરી છે.