કોચિંગ સેન્ટરમાં છોકરીઓએ આઈટમ સોંગ પર ડાન્સ કર્યો, જુઓ વિડીયો

Spread the love

આ દિવસોમાં એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું એક ગીત ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મ ‘સ્ત્રી-2’નું સોન્ગ ‘આજ કી રાત’ તેના સંગીતની સાથે-સાથે તમન્નાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ફેમસ થઈ રહ્યું છે. પરંતુ તેની નકલ કરતા સામાન્ય લોકો પણ આ ગીત પર ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. જેના કારણે લોકોના મિક્સ રિએક્શન જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/reel/C_zb-qrx2gs/?igsh=OHBoYmlqcGlldzZj

હાલમાં એક કોચિંગ સેન્ટરની બે છોકરીઓએ આ ગીત પર ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સને તેમનો ડાન્સ કરવાની રીત વાંધાજનક લાગી, ત્યારબાદ તેઓએ છોકરીઓને જોરદાર ટ્રોલ કરી કહ્યું કે, મા-બાપ શું વિચારીને તમને બહાર મોકલે છે અને આ છોકરીઓ શું કરી રહી છે?

X યુઝર @AjeyPPatel એ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું – “2 લાખ રૂપિયાના કોચિંગ સેન્ટરમાં એડમિશન મેળવો…આ ફીચર મફતમાં મેળવો.” વીડિયોમાં એક કોચિંગ ક્લાસ જોવા મળી રહ્યો છે જેમાં બે છોકરીઓ ડાન્સ કરી રહી છે અને પાછળ બેઠેલા છોકરાઓ તેમની સામે જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિએ કોચિંગ યુનિફોર્મ પણ પહેર્યો છે જે કોટાની એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો હોવાનું જણાય છે.

ક્લાસરૂમમાં ખૂબ જોરથી ‘આજ કી રાત’ ગીત વાગી રહ્યું છે. છોકરીઓ તેના પર ડાન્સ કરી રહી છે. જોકે, ડાન્સ કરવાની સ્ટાઈલ સોશિયલ મીડિયા યુઝર્સને ખરાબ લાગી રહી છે. તેમનું કહેવું છે કે, ભણવાની જગ્યાએ, ક્લાસરૂમની અંદર આ પ્રકારની હરકત કરવા લાગ્યા છે. છોકરા-છોકરીઓને જોઈને લાગે છે કે, ક્લાસમાં ટીચર નથી અને તેમની પાસે ખાલી સમય બચ્યો છે, જેમાં તેઓ મસ્તી કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 10 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ્સ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે. મનીષ કુમાર નામના યુઝરનું કહેવું છે કે, છોકરીઓ તેમના ખાલી સમયમાં છોકરાઓનું ધ્યાન ભટકાવે છે, તે બાદ પોતે ભણવા બેસી જાય છે, આ તેમની નવી ચાલ છે. બીજા એક યુઝરે કહ્યું કે, કાશ તેઓ સમજી શકતા કે મા-બાપ શું વિચારીને તેમને અહીં મોકલે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com