રાજ્યમાં સૌથી મોટો જટીલ પ્રશ્ન હોય તો તે પા‹કગનો છે ત્યારે ગાંધીનગર શહેરમાં વર્ષો પહેલા બનાવી નાંખેલા કોમ્પલેક્ષો અને જે પા‹કગના ભોંયરા હતાં ત્યાં બિલ્ડરો દ્વારા દુકાનો ચણી લેવાયા બાદ રોકડી કરી લેવાઈ છે ત્યારે હરહંમેશ ખરીદનારનો મરો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કાયદાની ગિલ્લી ફક્ત વેપારીઓને જ વાગે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે હમણાં ગાંધીનગર મનપાની બ્રાંચ એવી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સે.૧૧ ખાતે પાર્કિંગ સરકારની એટલે કે માર્ગ અને મકાન વિભાગ તથા પાટનગર યોજના વિભાગની મંજૂરી લીધા વિના કે મંજૂરી લીધેલ છે કે કેમ ? તેવા યથાર્થ પ્રશ્ન સાથે બિલ્ડરો તથા હોટલના લાભાર્થે બિલ્ડર તથા હોટલના માલિકો પાર્કિંગ જમીનના લાભાર્થીઓ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા વારંવાર સે.૧૭/૨૧ એવા કોમ્પલેક્ષો પાસે રોડ રસ્તા પર વાહનો પડ્યા હોવા છતાં અને અગાઉથી વર્ષોથી તેમની માંગણી પાર્કિંગની પે પાર્કિંગની છે તે ધ્યાને લેવામાં આવતી નથી. ત્યારે સે.૧૧ માં કરોડોની મહામૂલી જમીનમાં પાર્કિંગ કરીને મોટા બિલ્ડરોના ભોંયરામાં હવે લાલ જાજમ સાથે પૈસા કમાવવાનો તગડો ખેલ શરુ થઈ ગયો છે.
સે.૧૭, ૨૨ ખાતે ૧૦ થી ૧૨ કોમ્પલેક્ષો નાના મોટા આવેલા છે ત્યારે સે.૨૨માં કોંગ્રેસનું કાર્યાલય પણ આવેલું છે રોડ રસ્તા પર આડેધડ પાર્કિંગથી મુખ્યમંત્રી જ્યારે મહાત્મા મંદિરે કાર્યક્રમ હોય તો અહીંથી નીકળે તો બેરીકેર મૂકાવીને પા‹કગ હટાવવા પડતા હોય છે ત્યારે ખરેખર જ્યાં જરુરી છે ત્યાં પા‹કગ નહીં અને જ્યાં જગ્યા ખુલ્લી છે નવા બાંધકામો થઈ રહ્યાં છે તેમના માટે જાજમ પાથરીને સરકારની કરોડોની મહામૂલી જમીનો પાર્કિંગના નામ હડપ કરવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
ગાંધીનગર શહેરમાં મોટાભાગના જ્યાં ઘરોમાં દવાખાના, હોસ્પિટલો, કોમ્પલેક્ષોથી લઈને બિલ્ડિંગો બનાવવામાં આવી છે. હવે સ્માર્ટસિટી દ્વારા જા પાર્કિંગ ખુલ્લી જગ્યામાં જે મંજૂરી આપી છે તે ખરેખર માર્ગ મકાન, શહેર વિકાસ અને પાટનગર યોજનાની જમીન છે. કરોડોની મહામૂલી જમીન પાર્કિંગના નામે ખેરાત જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગાંધીનગર કોર્ટમાં અનેક બિલ્ડિંગોના દબાણના પ્રશ્ને અને પાર્કિંગના પ્રશ્ને કેસો ચાલી રહ્યાં છે ત્યારે આ કેસોનું શું ? પાર્કિંગ પ્રશ્નનું સોલ્યુશન આવી જાય તો બિલ્ડરોને બખ્ખો પડી જાય તેવો ઘાટ સર્જાયો છે. હા સે.૧૧ માં પાર્કિંગની વ્યવસ્થા જે કરવામાં આવી છે તેના કરતાં સે.૨૨ ના ઘ-૫ થી ચ-૫ જવાના રસ્તા પર મોટાભાગના કોમ્પલેક્ષો આવેલા છે. તેમના કોમ્પલેક્ષો પણ જૂના છે ત્યારે ખરેખર અહીંયા પાર્કિંગ આપવાની જરૂર છે. ત્યારે ઘણી જ જગ્યા હાલ પડેલી છે. મુખ્યમંત્રી અહીંથી નીકળે તો વાહનો વારંવાર હટાવવા પડતાં હોય છે તો પા‹કગ અહીંયા કેમ નહીં ?