આજની જનરેશન પ્રેમ માટે કંઈક અલગ જ વિચાર ધરાવે છે. એ લોકોનો પ્રેમ ક્યારે શરૂ થાય અને ક્યારે અંત આવી જાય તેની કોઈ ખબર જ હોતી નથી. આવો જ કિસ્સો રાજકોટની યુવતી સાથે થયો છે. જે જોઈને કોઈ પણ ચોંકી જશે. 21 વર્ષીય યુવતીને વિધર્મી યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. જેના કારણે તે એ હદે હેરાન થઈ કે, તેણે પોતાની ઈજ્જત ગુમાવવી પડી.
બનાવની વિગતો જોઈએ તો, યુવતી થોડા સમય પૂર્વે પોતાના કૌટુંબિક ભાઈ સાથે બગીચામાં ફરવા ગઈ હતી. તે સમયે પોતાના ભાઈનો મિત્ર રિઝવાન પણ ત્યાં આવ્યો હતો. વાતચીત દરમિયાન વિદ્યાર્થીની તેમજ રિઝવાન વચ્ચે એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ગત 20 જૂનના રોજ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી સ્લીપર કોચ બસ મારફતે અજમેર ગયા હતા. 21મી જૂનના રોજ ગેસ્ટ હાઉસમાં રાત્રિના સમયે રિઝવાને યુવતીને જગાડી તેની સાથે બળજબરી કરવા માંડ્યો હતો.
યુવતીના ના પાડવા છતાં રિઝવાને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ 22મી તારીખે સ્લીપર કોચમાં રાજકોટ આવવા રવાના થયા ત્યારે પણ રિઝવાને ચાલુ બસે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો. રાજકોટ પહોંચ્યા બાદ રિઝવાને લગ્ન કરવાની લાલચ આપી હતી. તો સાથે જ કહ્યું હતું કે જો બાળક રહી ગયું હોય તો ચિંતા ન કરીશ હું તારી સાથે લગ્ન કરી લઈશ. ત્યારબાદ યુવતી અને રિઝવાન રેસકોર્સમાં મળતા હતા. તેમજ એક વખત યુવતી ઘરે એકલી હતી ત્યારે પણ રિઝવાને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે થોડા સમય પૂર્વે રિઝવાને લગ્ન કરવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવતી દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ 64 (2)(M), 69 તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત નોનવેજના ધંધાર્થી રિઝવાન માંડરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, રિઝવાન દ્વારા તેની સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. તેમજ અલગ અલગ સ્થળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા.