ગાંધીનગરમાં મહિલા PIના પતિને માર મારવામાં આવ્યો છે. સોસાયટીના પ્રશ્નોને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહિલા પીઆઇના પતિ સાથે સોસાયટીમાં સમયસર આવવા જવા મામલે માથાકૂટ થઇ હતી. સોસાયટીના જ કેટલાક શખ્સોએ ભેગા મળીને મહિલા પીઆઇના પતિને માર માર્યો હતો. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ લેતી ના હોવાની વાત પણ સામે આવી છે.
બનાવની વિગત જોઇએ તો કુડાસણ ખાતે શ્રીરંગ હાઇટ્સમાં રહેતા મયુરસિંહ વાઘેલાના પત્ની મહિલા પીઆઇ તરીકે એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
છેલ્લા કેટલાક સમયથી એક ગ્રુપના લોકો ટોળાશાહી કરીને પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ અસામાજિક તત્ત્વો દ્વારા ફ્લેટ વેચવા તેમજ ગાડી સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવે છે.
આ ઘટનાને લઇને ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં આ અંગે પાંચ લોકો સામે ફરિયાદ પણ આપવામાં આવી છે પણ ફરિયાદ નોંધાઇ નથી. આ ઘટનાની જાણ ગાંધીનગર કંટ્રોલ, સ્ટેટ કંટ્રોલ અને હોમ કંટ્રોલ તથા પોલીસ ફરિયાદ કંટ્રોલને પણ કરવામાં આવી છે. આ અંગે હાઇકોર્ટમાં પણ ફરિયાદ ચાલુ છે. જોકે, હવે પોલીસ શું પગલા લે છે તે જોવું રહ્યું?