ફિલ્મી દુનિયાની કાળી બાજુ છતી થઈ છે. આ લાઈનમાં કામ કરતી મહિલાઓ હવે ખુલીને સામે આવી રહી છે પોતાની સાથે થયેલી પજવણીની ચોંકાવનારી વાતો બહાર લાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી મલયાલમ ફિલ્મી ઈન્ડસ્ટ્રીઝ સેક્સ કૌભાંડથી ગાજી રહી છે અને હવે વધુ એક ફિલ્મી ડિરેક્ટરની પોલ ખુલી છે.
મલયાલમ અભિનેત્રી મીનુએ ફિલ્મ નિર્માતા-અભિનેતા બાલચંદ્ર મેનન પર ગંભીર આરોપ લગાવ્યા છે. મીનુએ કહ્યું કે 2007માં બાલચંદ્રએ તેને અન્ય લોકો સાથે સેક્સી ગ્રુપ જોવાની ફરજ પાડી હતી. બાલચંદ્ર મેનન કારમાં સેક્સ માણી રહ્યાં હતા જે જોવાની મને ફરજ પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મીનૂ 7 વધુ લોકો પર શારીરિક અને મૌખિક રીતે શોષણ કરવાનો આરોપ લગાવી ચૂકી છે. મીનુ મુનીરે કહ્યું કે મેનને 2007માં તેના રૂમમાં જબરદસ્તીથી ગ્રુપ સેક્સ બતાવ્યું હતું. ત્યાં બીજા કેટલાક લોકો બેઠા હતા જે આ બધું જોઈ રહ્યા હતા. ત્યાં ત્રણ છોકરીઓ હતી અને તે પોતે પણ તેમાં સામેલ હતો. હું તે રૂમમાંથી બહાર આવી. તેણે મને ત્યાં બેસીને આ બધું જોવાનું કહ્યું.
મીનૂ મુનીર એક્ટર જયસૂર્યા સહિત 7 લોકો સામે યૌન શૌષણનો આરોપ લગાવી ચૂકી છે જેમાં હવે ફિલ્મી ડિરેક્ટરનું નામ સામે આવ્યું છે. આ તમામ લોકોએ કોઈને કોઈ તબક્કે મીનૂનું યૌન શૌષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કેરળ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીવાળી હેમા કમિટીનો રિપોર્ટ જાહેર થયાં બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ઘણી મહિલાઓ સામે આવી હતી અને પોતાની સાથે થયેલી પજવણીની ફરિયાદો કરી હતી. હેમા કમિટી કહી ચૂકી છે કે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં “કાસ્ટિંગ કાઉચ”નાં મૂળ ખૂબ જ ઊંડાં છે. ફિલ્મ ઉદ્યોગમાં અલગ-અલગ સ્તરે પ્રવેશ મેળવવા માટે “સમજૂતી” અને “ઍડજસ્ટમૅન્ટ” કરાતું હોય છે. મહિલાએ “સેક્સ ઑન ડિમાન્ડ” માટે તૈયાર રહેવું જોઈએ.