કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા લાખો નહીં કરોડોની ગ્રાન્ટ મહિલા ના ઉત્કર્ષ માટે નગરસેવકોને આપે છે, ત્યારે મોટા ફંકશનનો મહિલાઓના ભજન કાર્યક્રમમાં ફોટા પડાવીને બિલો મૂકીને જે સરકાર દ્વારા એક લાખની ગ્રાન્ટ મળે છે, તેમાં 80% નગરસેવકોએ ગ્રાન્ટ ખોટા બીલો મૂકીને ગટર કરી જાય છે, સરકાર દ્વારા મહિલાઓને આગળ લાવવા મિટિંગો કાર્યક્રમમાં જે ખર્ચ થાય તે માટે દર વર્ષે એક લાખની ગ્રાન્ટ નગર સેવકોને આપવામાં આવે છે ત્યારે આ ગ્રાન્ટ જ્યાં ભજન મંડળી મહિલાઓ જ્યાં ભેગી થઈ હોય ત્યાં આ બધા ફોટા મૂકીને બિલો મુકવામાં આવે છે, ત્યારે ખરેખર જો મહિલા સશક્તિકરણ માટે ગ્રાન્ટ વાપરવામાં આવે તો ભાજપનો ગ્રાફ મહિલાઓમાં ઊંચો આવી જાય, અગાઉ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ હતા, ત્યારે મહિલાઓનો ક્રેઝ ભાજપમાં જોડાવાનો ભારે વધ્યો હતો. અત્યારે આ ગ્રાહક ભાજપનો ભારે ઘટી રહ્યો છે
ગુજરાતમાં જે મહાનગરપાલિકા, પાલિકાઓ આવેલી છે, તેમાં મહિલા સશક્તિકરણની ગ્રાન્ટની ખરેખર તપાસ અને ચકાસણી કરવામાં આવે તો ઘણા નગરસેવકોએ મહિલા સશક્તિકરણમાં ફદિયું પણ વાપર્યું નથી અને પૈસા ગટર કરી ગયા છે, બાકી મહિલાઓનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં અથવા કોઈ ભક્તિમયથી લઈને આરતીના કાર્યક્રમમાં સૌથી વધારે મહિલાઓ દેખાય ત્યાં મોટાભાગના નગરસેવકોએ ફોટા પડાવીને બિલો મૂક્યા હોવાની પણ લોકોમાં ચર્ચા જગાવી છે, સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવી પણ યોજનાઓનો લાભ મહિલાઓને મળ્યો જ નથી, મહિલાઓ રાજકારણથી દૂર ભાગવાનું કારણ શું??
બોક્સ
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, ત્યારે મહિલાઓ રાજકારણમાં જોડાવા ક્રેઝ વધ્યો હતો, જે ક્રેઝ ત્યારબાદ સતત ઘટતો ગયો છે, મહિલાઓ કોઈ કાર્યક્રમમાં ભેગી કરવી હોય તો ભલભલાને આંખમાં પાણી આવી જાય, ત્યારે મહિલા સશક્તિકરણની ગ્રાન્ટ 1 લાખ મળે છે, તે વાપરવા ફક્ત ને ફક્ત ઘણા નગરસેવકોએ તો બેથી ત્રણ બિલમાં પૂરું કરી દીધું છે અને આ બધી ગ્રાન્ટ બને ત્યાં સુધી છેલ્લા મહિનાઓ બાકી હોય એટલે ધબાધબી બોલાવી દે, મહિલાઓના ઉત્કર્ષ માટે જો ખરેખર ગ્રાન્ટ વપરાય તો કોઈપણ કાર્યક્રમ હોય ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળે, મહિલાઓ રાજકારણથી દૂર કેમ ભાગી રહી છે