અમારી આખી ટીમ પેરિસમાં જ અટકેલી છે, સોરી મિત્રો હું અમદાવાદ નહીં પહોંચી શકું : ફાલ્ગુની પાઠક

Spread the love

અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે. આ મામલે ખુદ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. તેમણે શરૂઆતમાં કહ્યું કે, ‘કેમ છો બધા? તમે બધાએ નવરાત્રિની તૈયારી તો કરી લીધી હશે. આજે એટલે લાઈવ થયા કારણ કે એક મહત્વની એનાઉન્સમેન્ટ કરવાની છે કે, આજે અમદાવાદમાં આપણો જે પ્રોગ્રામ થવાનો હતો તે અમુક કારણોસર મુલતવી રાખવામાં આવ્યો છે.જે હવે આગામી 14મી ઓક્ટોબર થશે.’

કારણ જણાવતા ફાલ્ગુનીએ જણાવ્યું કે, ‘અમે લોકો કાર્યક્રમ પતાવીને ટોરન્ટોથી ઈન્ડિયા આવી રહ્યા હતા. હું અને મારી ફ્રેન્ડ અલગ ફ્લાઈટમાં હતા એટલે ગઈકાલે અમે મુંબઈ પહોંચી ગયા હતા. પરંતુ અમારી આખી ટીમનો પેરિસમાં હોલ્ડ હતો. બાદમાં એમની ફ્લાઈટ પેરિસથી બોમ્બે આવવા નીકળી હતી. પરંતુ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ફ્લાઈટે પરત પેરિસ જવું પડ્યું અને હવે આખી ટીમ પેરિસમાં જ અટકેલી છે.’

‘હું આજે એકલા આવી પણ જાત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને પણ ગાવાની મજા નહીં આવે. આપણે આમાં કોમ્પ્રોમાઈઝ નથી કરવું. મારી આખી ટીમને તમારા બધાના સપોર્ટની સખત જરૂર છે. તો આપણે આજના બદલે 14મી ઓક્ટોબરના રોજ મળીએ અને રાસ-ગરબાની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો. માતાજીને પ્રાર્થના કરજો કે અમારી ટીમ પરત આવી જાય. લવ યુ અમદાવાદ અને આવતીકાલથી શરૂ થતી નવરાત્રિને લઈને ખૂબ ખૂબ શુભકામનાઓ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com