https://www.instagram.com/reel/DAiB9GXs3Sa/?igsh=cnFrYmYxdDZlenc2
સોશિયલ મીડિયોને ક્રેઝ દિવસે ને દિવસે વધતો જ જાય છે. તેથી અહીં ગણી ન શકાય તેટલા વીડિયો અપલોડ થાય છે. આમાંના કેટલાક વીડિયો દિલને ખુશ કરી દે છે અને કેટલાક એવા હોય છે કે જેને જોયા બાદ માથું ચકરાઈ જાય છે. અત્યારે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક યુવક ગાંડાવેડા કાઢતો નજરે આવે છે. જેમાં તે ગાયના છાણ સાથે રોટલી ખાય છે.
તમે જોશો કે તે કેવી રીતે રોટલી પર શાકની જેમ છાણ લગાવે છે અને થોડી જ વારમાં તેને ઝટપટ ખાઈ લે છે.
Reelbaaz સોશિયલ મીડિયા પર વ્યુઝ અને ફોલોઅર્સ વધારવા માટે અવનવા હથકંડા અપનાવતા હોય છે. કોઈ મેટ્રો સ્ટેશન પર ડાન્સ કરતા જોવા મળે છે તો કોઈ રસ્તા પર રીલ બનાવવા લાગે છે. પરંતુ વાયરલ થઈ રહેલો એક વીડિયો બધા પર ભારે પડી ગયો છે. આ વીડિયોમાં તમે જોશો કે વ્યક્તિ તે જગ્યાએ જાય છે જ્યાં ગાય કે ભેંસનું છાણ જમા હોય છે. શખ્સના હાથમાં રોટલી છે. તે ગાયના છાણ પાસે બેસે છે અને તેમાંથી થોડો ભાગ રોટલી પર લગાવે છે. શરૂઆતમાં તે શું કરવા જઈ રહ્યો છે તે મગજમાં બેસતું જ નથી. પરંતુ થોડી જ સેકન્ડોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે.
વીડિયોમાં તમે જોશો કે વ્યક્તિએ રોટલી પર ગાયના છાણને શાકની જેમ લપેટી નાખ્યું અને પળવારમાં તે છાણવાળી રોટલી ઝાપટી ગયો હતો. આ શખ્સ એવા રિએક્શન આપી રહ્યો છે કે, જાણે તેણે કંઈક ખૂબ જ ટેસ્ટી ખાવાનું ખાધું છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો જોયા હશે, પરંતુ તેમાં જે પ્રકારનો નજારો બનાવવામાં આવ્યો છે તે તમે ક્યારેય જોયો નહીં હોય. આ વીડિયોને viralvideop નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોને જોયા બાદ લોકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ માનસિક રોગી છે. ઈલાજ કરાવો. બીજા એક યુઝરે લખ્યું છે કે, ગાંડપણની પણ હોય, મહેરબાની કરીને તેને આગ્રા મોકલી દો. ત્રીજા એક યુઝરે લખ્યું કે, દુનિયામાં કેવા-કેવા લોકો હોય છે. બીજા એકે લખ્યું કે, વ્યૂઝ માટે કંઈપણ ન કરો. જો કે, ઘણાએ કોમેન્ટ કરીને તેને એડિટેડ વીડિયો ગણાવ્યો છે.