આજકાલ લગ્નજીવનથી કંટાળીને લોકો તરત છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લેતા હોય છે. પણ તેની અસર સૌથી વધારે બાળકો પર પડતી હોય છે. જોકે અમુક લોકો છૂટાછેડા લીધા બાદ જિંદગીભર સિંગલ રહેવાનો નિર્ણય લેતા હોય છે, તો અમુક લોકો લાઈફમાં ખુદને બીજો ચાન્સ આપે છે અને લગ્ન કરી લેતા હોય છે. તેમાંથી કેટલાય પુરુષો એવા હોય છે, ક્યારેય મહિલાઓ પણ. આજે અમે આપને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક એવા વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું કેપ્શન છે, “શું તમે છૂટાછેડાવાળી મહિલાને ડેટ કરશો?” આ વીડિયોમાં એક છૂટાછેડાવાળી મહિલા પોતાની દીકરી સાથે દેખાઈ રહી છે અને લોકોને પૂછી રહી છે કે, શું કોઈ તેની સાથે લગ્ન કરવા માગશે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @insyder_havy નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાની દીકરી સાથે હસતી દેખાઈ રહી છે. બાળકી સાથે તે ખુશીથી વીડિયો બનાવી રહી છે. પણ વીડિયો પર જે લખ્યું છે, તેને વાંચીને ખબર પડશે કે મહિલાએ છૂટાછેડા લીધેલા છે. મહિલા વીડિયો શેર કરીને લોકોને પૂછી રહી છે કે શું કોઈ મારી સિંગલ મદરને ડેટ કરવા માગશે? મહિલાએ વીડિયોમાં જણાવ્યું છે કે, તેણે પોતાના પતિથી 2 વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. અને હવે તે સિંગલ મધર છે. પણ મને મારી દીકરીને એકલા ઉછેરવાની હિંમત નથી. તેથી લગ્ન માટે બીજા પુરુષને શોધી રહી છે. આ મહિલાને એક એવો પુરુષ જોઈએ, જે દીકરીને ઉછેરવામાં તેની મદદ કરે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો પોસ્ટને 2 લાખ 21 હજારથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. તો વળી હજારો લોકોએ આ પોસ્ટને લાઈક અને શેર કર્યો છે. વીડિયોને ઢગલાબંધ કોમેન્ટ આવી રહી છે. કુલ 17થી વધારે લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે.