મધ્યપ્રદેશના MLA પ્રદીપ પટેલનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. મૌગંજના ભાજપના MLA પ્રદીપ પટેલ પોલીસ અધિકારી સમક્ષ પગે પડીને કરગરતા દેખાયા હતા. તેમણે કહ્યું કે ગુંડાઓ દ્વારા મારી હત્યા કરી દો.
ભાજપના ધારાસભ્યએ પોલીસ પર સતત ગુનાખોરીને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ મુકતા ખળભળાટ મચી છે.
જિલ્લામાં પોલીસ ગેરકાયદે ડ્રગ્સનો વેપારને પ્રોત્સાહન આપતા ગુનેગારો બેફામ બની રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. શહેરમાં પ્રતિદિન ચોરી, લુંટ અને હત્યાઓના વધારા સામે પોલીસના મૌન સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો છે.
ત્યારે તાજેતરમાં તે પોલીસ અધિક્ષક સમક્ષ કરગરતા દેખાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનાને લઇ મધ્યપ્રદેશ કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે હવે મધ્યપ્રદેશના લોકોએ પોતાની સલામતીની આશા છોડી દેવી જોઈએ! ધારાસભ્ય પોતે જ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે ત્યારે તેમની બહેન-દીકરીઓની સુરક્ષા કોણ કરશે?
મૌગંજના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલ નશાની લત વિરુદ્ધ સતત ફરિયાદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મૌગંજ જિલ્લામાં ડ્રગ્સનો વેપાર સતત વધી રહ્યો છે. આ ઉપરાંત ગુનાહિત ઘટનાઓ પણ વધી રહી છે, જેની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ કોઈ પગલાં લેવાતા નથી. જેના કારણે તેણે પોલીસ સમક્ષ પ્રણામ કર્યા છે. જ્યારે તેમણે પ્રણામ કર્યા ત્યારે એડિશનલ એસપી તેમની ખુરશી પરથી ઉભા થયા.