અમદાવાદ
ગઈ કાલ તા.૧૧/૧૦/૨૦૨૪ ના સાડા આઠ વાગ્યાના સુમારે જીવરાજ પાર્ક ચાર રસ્તા થી શ્યામલ તરફ જતા જીવરાજ ઓવરબ્રીજ ઉપર ઇલેક્ટ્રીક પોલ નં-SMV-41297ની સામે જાહેર રોડ ઉપર એક વ્યક્તિ નામે રાજેન્દ્ર સ/ઓફ કાલીયા પારગી ઉ.વ.૨૮ રહે-હાલ-બલદેવનગર સો.સા વિશાલભાઈ ભરવાડના મકાનમા ટીવી-૯ પાસે જીવરાજ પાર્ક અમદાવાદ શહેર મુળવતન:ગામ-જોલના તા:ગડી જી:બાસવાડા રાજસ્થાને પગપાળા ચાલીને જીવરાજ ઓવરબ્રીજ ઉપર ઇલેક્ટ્રીક પોલ નં-SMV-41297ની સામે જાહેર રોડ ક્રોસ કરતો હતો તે વખતે જીવરાજ ચાર રસ્તા તરફથી આવતી એક અજાણ્યા ફોરવ્હિલર કારના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે તથા બેદરકારીપુર્વક ચલાવી રસ્તો ક્રોસ કરતા રાજેન્દ્ર ની સાથે અકસ્માત કરતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થયેલ અને તે ફોરવ્હિલર કારનો ચાલક ત્યાથી કાર ચલાવી લઈ નાસી ગયેલ અને અકસ્માતમા ઇજા પામનાર સ્થળ ઉપર જ મરણ ગયેલ હોય જેઓની લાશનુ પી.એમ. શેઠ વા.સા. હોસ્પિટલ ખાતે કરાવી અકસ્માત બાબતે મરણ જનારના કાકાના દિકરા ભુવનેશ સ/ઓફ કાલીયા પારગી ઉ.વ.૨૬ રહે-ઉપર મુજબ અકસ્માત કરી નાશી જનાર કાર ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા અ.હે.કો અશ્વીનકુમાર પ્રવીણભાઇ બ.નં-૪૮૯૦ એ તેઓના રૂબરૂની ફરીયાદ લખી લઈ અત્રે ના પો.સ્ટે ખાતે એફ.આઈ.આર નં-૧૧૧૯૧૦૬૩૨૪૦૪૬૭/૨૦૨૪ થી નવા કાયદાની જોગવાઈ મુજબની ફરીયાદ દાખલ કરાવેલ બાદ સદર અકસ્માત બનાવ નજરે જોનાર મહેન્દ્ર સ/ઓફ લસીયા પારગી ઉ.વ.૨૭ શેઠ વા.સા. હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે આવી ઉપારોક્ત અકસ્માત કરી નાસી જનાર ફોરવ્હિલ કારનો નંબર GJ-01-WL-3137 નો હતો તેવુ જણાવતા હોય જેથી તે નંબર આધારે વાહન માલીકની માહીતી મેળવી કાર માલીકના સરનામે મ.નં.૭૨ સકિત-૩ રો-હાઉસ નંદિશ્વર મહાદેવ મંદીર સામે, બકેરી સીટી વેજલપુર અમદાવાદ શહેર ખાતે જઈ તપાસ કરતા કાર માલીક ધવલકુમાર કેશવલાલ વાધેલા ઉ.વ.૪૪ ધંધો- દલાલી કામ રહે-ઉપર મુજબ હાજર મળી આવેલ જેઓને આજ રોજ તા.૧૨/૧૦/૨૦૨૪ ના પાંચ વાગે અટક કરી તેઓની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા તેમજ આગળની તપાસ તજવીજ હાલ ચાલુમા છે.