દેશમાં રજવાડી, ખેટલાઆપા, ઉપ સરપંચ ચા પછી આવનારા વર્ષોમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, MLAની નામની લેબલની ચા ની કીટલીઓ ખૂલે તો નવાઈ નહીં, ત્યારે ગોળની ચા બનાવતી આ કંપનીની શાખા માણસા ખાતે 801 નંબરની છે, જેથી દેશમાં 801 જેટલી દુકાનો એટલે કે ચા ની કીટલી ઉપસરપંચની ઉપલબ્ધ છે, બાકી કહેવાય, આ ચા ની કીટલી પણ કરોડોનું ટર્નઓવર પણ કહી શકાય, ત્યારે ભારતના વડાપ્રધાન એવા આપણા પીએમ મોદી નાના હતા ત્યારે વડનગર ખાતે ચા વેચતા હતા, પણ હા આ વાત પછી અનેક લોકોએ નાના-મોટા ધંધામાં શરમ છોડીને ધંધો કરી રહ્યા છે, આજની પેઢી પણ ભણેલી અને ડિગ્રી ગમે તેટલી હોય પણ નાસ્તાની લારી ચા ની કીટલીઓ લઈને અનેક વડાપાવની પણ લારીઓ કરીને નોકરિયાત કરતા પણ તગડું કમાઈ રહી છે,
સવાર પડે એટલે ચા ની ચૂસકી મારવા જોઈએ, ત્યારે સચિવાલય હોય કે બજાર, બાબુઓને ત્રણ ટાઈમ ચુસકી ચાની મારવી પડે, સચિવાલયમાં 12 વાગે જાઓ, એટલે બાબુઓ કેન્ટીન અને મીના બજારમાં ચા ની કીટલીએ 12:00 વાગે મળે પછી બે વાગે, ચાર વાગે તેમ ત્રણ ટાઈમ જોવા મળે, ત્રણ ગ્લાસ ચા ના ગટર કરી જાય, આ તો બહાનું છે, પણ કામ ભલે ટેબલ ઉપર હોય પણ પગ છૂટા કરવા અને સમય પસાર કરવા ચા ની કીટલીએ આખા દિવસમાં બે કલાક બગાડી નાખવાના ત્યારે હવે નાના ધંધાઓમાં તગડી કમાણી જોતા આવનારા વર્ષોમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, વિરોધ પક્ષના નેતા પક્ષના નેતાઓની પણ ચા આવે તો નવાઈ નહીં એટલે નવી બ્રાન્ડ બજારમાં આવનારા વર્ષોમાં આવશે.
બોક્સ
આવનારા વર્ષોમાં નવી બ્રાન્ડ મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા, MLA થી લઈને અનેક લેબલો નવા આવશે ,બાકી નાના ધંધા એવા 10 રૂપરડીના ધંધામાં કરોડોનું ટર્નઓવર છે, ત્યારે ખેતલાઆપા, રજવાડી, અને હવે ઉપ સરપંચની ચા પછી નવી બ્રાન્ડો પણ આવશે…