દેશમાં હવે આવનારા વર્ષોમાં 15 થી 20 વર્ષનું આયુષ્ય હોય એટલે તે વાહનોને ભંગારમાં લઈ જઈને નિકાલ કરવા માટે કાયદો ઘડાઈ ગયો છે, ત્યારે 40 થી 50 વર્ષ જૂની ગાડીઓ તો ઠીક પણ બંધ ભંગારમાં પડેલી અનેક સરકારી વાહનોનો કબાડો કહો કે ભંગાર વાળો જે ભંગારના ભાવ ગણવામાં આવે તો રાજ્યમાંથી અબજો રૂપિયા સરકારને મળે તેમ છે, ત્યારે ઝાડ પડ્યું અને જગ્યા થઈ, તેમ દરેક પોલીસ સ્ટેશનથી લઈને સચિવાલય સરકારી બિલ્ડીંગો જુના સચિવાલય cid crime ની ઓફિસ જે GJ-18 ખાતેના સહયોગ સંકુલમાં આવેલી છે તેમાં મોટાભાગનું પાર્કિંગ આ ભંગાર થયેલી ગાડીઓ અને ગુનામાં પકડાયેલી ગાડીઓનો ખજાનો અહીંયા ભેગો થઈ ગયો છે, ત્યારે વાહનોના ત્વરિત નિકાલ આવે તે પણ જરૂરી છે
આજે પણ સચિવાલયથી લઈને સહયોગ સંકુલ, સિવિલ હોસ્પિટલ, અને જેટલી સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમો, પોલીસ સ્ટેશન છે, તેમાં અબજો રૂપિયાનો ભંગાર વાહનોનો પડ્યો છે, ત્યારે દરેક પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે આ ખજાનો સૌથી મોટો અહીંયા જોવા મળે, સરકારી કચેરી, દવાખાના, હોસ્પિટલો, મહાનગરપાલિકોમાં પણ ભંગારનો ખજાનો જોવા મળે, અબજો રૂપિયાના આ ભંગારનો નિકાલ ક્યારે?
બોક્સ
દેશમાં કાયદો નિયમો પબ્લિક ઉપર શું કામ? જે આદેશો, પરિપત્રો, ઠરાવો, સરકાર કરે છે, તેમાં 15 વર્ષ જૂના વાહનો, ડિટેઈલ અને તેનો નિકાલ હોય તો સર્વ પ્રથમ સરકારી વાહનોનો કબાડો સૌથી મોટો છે, કોઈ એવી જગ્યા નથી, જ્યાં સરકારી કચેરીમાં વાહનો ભંગાર જ્યાં ના હોય, ત્યારે અબજો રૂપિયાની રોકડી સરકારને ભંગારમાંથી થાય એવી છે, અને જગ્યા પણ ઘણી પાર્કિંગની થઈ જાય, ત્યારે પોલીસ સ્ટેશનમાં તો ચારે બાજુ વાહનો ભંગારના અને વચ્ચે પોલીસ સ્ટેશન જેવો ઘાટ છે, મચ્છરોનો ઉપદ્રવ વરસાદમાં પાણી વાહનોમાં ભરાઈ જાય, ત્યારે આનો નિકાલ હવે સત્વરે જરૂરી..