અમદાવાદમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ઓફિસના તાળા તોડીને ચોરી,ઈસુદાનની ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયાની શંકા

Spread the love

ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી:પૈસાની લાલચે નહિ પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાના આશયથી ચોરી : ઈસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ગતરોજ ઓફિસના તાળા તોડીને ચોરી કરવામાં આવી છે . આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય જનતાનું ઘર તો ઠીક પરંતુ આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગતરોજ જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ રજા પર હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યાલયના તાળા તોડીને ચોરી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીની ઑફિસમાં શા માટે ચોરી કરવામાં આવી ?

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના બહારના ગેટના દરવાજાનું લોક તોડ્યા બાદ ઓફિસના કાર્યાલયના દરવાજાનું લોક તોડવામાં આવ્યું અને કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની શંકા છે. અમારી પાર્ટીના કાર્યાલયમાં અમારા પ્લાનિંગના અને રણનીતિના ડોક્યુમેન્ટ હશે. માનવામાં આવી રહી છે કે ખૂબ જ અગત્યના કાગળની ચોરી થઈ હશે. આ મુદ્દા પર અમારી માંગ છે કે મુખ્યમંત્રીએ મીટીંગ કરીને આ ચોરી કરાવનાર વિરુદ્ધ પગલાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com